Ahmedabad : દેવ કોમ્પલેક્ષમાં લાગેલી આગ મુદ્દે HCમાં અરજી, ઢીલી નીતિ દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગ

ગુજરાત હાઇકોર્ટના(Gujarat Highcourt) આદેશ બાદ પણ તંત્ર દ્વારા હોસ્પિટલમાં(Hospital)  લાગતી આગને મુદ્દે ઠોસ કાર્યવાહી ન થતી હોવાનો આરોપ મુકવામા આવ્યો છે.

Ahmedabad : દેવ કોમ્પલેક્ષમાં લાગેલી આગ મુદ્દે HCમાં અરજી, ઢીલી નીતિ દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગ
Gujarat Highcourt (File Photo)
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Jun 28, 2022 | 7:43 AM

આગના (Fire) મુદ્દે ફરી એક વખત રાજ્યની હાઈકોર્ટમાં (Gujarat Highcourt) અરજી કરવામાં આવી છે. 25 જૂનના રોજ અમદાવાદના દેવ કોમ્પલેક્ષમાં લાગેલી આગના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઈ છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પણ તંત્ર દ્વારા હોસ્પિટલમાં(Hospital)  લાગતી આગને મુદ્દે ઠોસ કાર્યવાહી નહી થતી હોવાનો આરોપ મુકવામા આવ્યો છે.આ ઉપરાંત આ અરજીમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ(Officers)  સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરવામા આવી છે.

બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગ

મહત્વનું છે કે,જે કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી તેની આસપાસ બાળકોની હોસ્પિટલ આવેલી હતી.આ ઘટનામાં નવજાત બાળકો સદનસીબે બચી ગયા હતા. ત્યારે નવજાત બાળકો અને દર્દીઓના જીવ જોખમમાં મુકનારા સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ હાઈકોર્ટ સમક્ષકરવામા આવી છે..આ ઉપરાંત અરજીમાં માંગ કરવામાં આવી છે કે ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ અંગેના નિયમો ત્વરીત બને.તમને જણાવી દઈએ કે, આ અરજીને હાઈકોર્ટ માન્ય રાખી છે અને આ મામલે હવે 30 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

શું હતી સમગ્ર ઘટના ?

માહિતી મુજબ પરિમલ ગાર્ડન પાસેના દેવ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ક્રેડો કંપનીના સર્વર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જે આગ લાગતા ત્રીજા માળે આવેલી બાળકોની હોસ્પિટલ તેમજ ચોથા માળે બાળકોની એપલ હોસ્પિટલ અને બીજા માળે ડેન્ટલ હોસ્પિટલ આવેલી છે. જે તમામ જગ્યા પર આગનો ધુમાડો ફેલાતા દર્દી અને તેમના સ્વજનો ફસાઈ ગયા હતા. જેમનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.જેમાં13 નવજાત બાળક સહિત 70 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયુ હતુ. આ આગમાં કોઈ જાનહાની થઈ નહોતી પણ ભીષણ આગમાં ક્રેડો ઓફીસ બળીને ખાક થઈ તેમજ અન્ય હોસ્પિટલને પણ નુકશાન પણ થયું. જોકે સદનસીબે ઇમારતમાં રહેલ ફાયર સિસ્ટમ સક્રિય હોવાથી આગની ઘટનમાં કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને સરળતા રહી હતી.

ઘટનાની જાણ થતાં કાયર બ્રિગેડની ટિમ સ્થળ પર પહોંચી હતી. જેમાં 10 ગાડી અને 50 થી વધુ સ્ટાફ અને અધિકારી દ્વારા આગને કાબુ કરવા જહેમત કરી હતી. તેમજ જે લોકો હોસ્પિટલમાં હતા તેમજ ધાબે જતા રહ્યા હતા તેઓનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ વિહિકલનો ઉપયોગ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. તેમજ ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા.ૉ

વારંવાર આગની ઘટનાને પગલે તંત્ર પર આક્ષેપ

તમને જણાવવુ રહ્યું કે, ત્રણ વર્ષમાં આજ ઇમારતમાં આ બીજી વાર આગ લાગી છે. આ પહેલા ચોથા માળે એપલ હોસ્પિટલમાં આગ લાગતા બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. અને હવે ત્રીજા માળે CA ની ઓફિસમાં આગ લાગતા બાજુની હોસ્પિટલોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે સામાન્ય રીતે 18 મીટર નીચેની ઇમારતમાં ફાયર સિસ્ટમ હોતી નથી પણ વધુ હોસ્પિટલના કારણે ફાયર બ્રિગેડ દ્વારા ઇમારતમાં ફાયર સેફટી લેવા આગ્રહ કર્યો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">