Rath Yatra LIVE : ઐતિહાસિક રથયાત્રાનું મુખ્યમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન, નાથ નીકળ્યા નગરચર્યાએ
રથની સફાઇ બાદ જ ભગવાન જગન્નાથ રથમાં બિરાજે છે અને પહિંદવિધિ બાદ જ રથયાત્રાનો પ્રારંભ થયો છે.
Rath Yatra LIVE : રથયાત્રામાં પહિંદવિધિનું અનેરુ મહત્વ હોય છે ત્યારે આ વર્ષે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી. CM રૂપાણીએ સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઇ કરીને અને પાણી છાંટીને પહિંદવિધિ કરી હતી. રથની સફાઇ બાદ જ ભગવાન જગન્નાથ રથમાં બિરાજે છે અને પહિંદવિધિ બાદ જ રથયાત્રાનો પ્રારંભ થાય છે. પહિંદવિધિ બાદ CM રૂપાણીએ રથનું દોરડું ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ભગવાન જગન્નાથની રથયાત્રા ગયા વર્ષે કોરોનાને લઈને મોકુફ રાખવામાં આવી હતી. આ વખતે પણ યાત્રાને કોરોનાના ચુસ્ત પાલન વચ્ચે કાઢવામાં આવી રહી છે ત્યારે જનતામાં પણ કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભગવાનનાં રથ પર માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video