Rathyatra 2022 : અમદાવાદ જગન્નાથ મંદિરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, ફેસ ડિટેક્શન કેમેરા પણ લગાવાયા

|

Jun 30, 2022 | 10:06 PM

ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાને લઇને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.જગન્નાથ મંદિરમાં અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. પોલીસ દ્વારા 50000 જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને એક ડેટા તૈયાર કરવામાં આવે છે અને દરવાજાના આગળ ફેસ ડિટેકશન કેમેરા પણ મૂકવામાં આવ્યા છે

Rathyatra 2022 : અમદાવાદ જગન્નાથ મંદિરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, ફેસ ડિટેક્શન કેમેરા પણ લગાવાયા
Ahmedabad Jagganath Temple Security

Follow us on

અમદાવાદમાં(Ahmedabad) 1 જુલાઇના રોજ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Rathyatra 2022) છે. ત્યારે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ભગવાનના દર્શન માટે ઉમટી પડશે. રથયાત્રામાં નગરજનો ભાવિક ભક્તો, અખાડા તેમજ વિવિધ ભજન મંડળીઓ જોડાશે. જેમાં રથયાત્રા પૂર્વે સવારે ચાર વાગે મંગળા આરતી થાય છે. સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે. જ્યારે અમદાવાદમાં 145મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. ત્યારે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.જગન્નાથ મંદિરમાં અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. પોલીસ દ્વારા 50000 જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને એક ડેટા તૈયાર કરવામાં આવે છે અને દરવાજાના આગળ ફેસ ડિટેકશન કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.. જેના કારણે મંદિરમાં પ્રવેશ કરતાં  જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે ત્યારે એક એલર્ટ કંટ્રોલ રૂમ આપવામાં આવે છે અને તાત્કાલિક મંદિર પરિસરમાં હાજર ફ્લાઇંગ  સ્કવોડ જે તે વ્યક્તિની ધરપકડ અટકાયતી પગલા કરી લે છે.

આ સમગ્ર મંદિર પરિસરમાં કૅમેરા પોલીસ તરફથી લગાવવામાં આવ્યા છે. આ મામલે અમદાવાદના ઝોન 3 ડીસીપી સુશીલ અગ્રવાલ એ ટીવી 9સાથે વાતચીત કરતા જણાવ્યું કે આ પ્રકારના કેમેરાથી કોઈપણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ જો મંદિરમાં પ્રવેશવાની કોશિશ કરશે તો તાત્કાલિક ધોરણે પોલીસ પાસે તેનું એલર્ટ આવશે અને જે તે વ્યક્તિને પકડી પાડવામાં આવશે અને આવી રીતે જ સૌહર્દપુર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રા પાર પાડશે.

આ પણ વાંચો

ભગવાન જગન્નાથને  સોનાવેશ ધારણ કર્યો

આ ઉપરાંત અમદાવાદમાં  આવતીકાલે અષાઢી બીજે રથયાત્રા નીકળે તે પહેલા ભગવાન જગન્નાથને  સોનાવેશ ધારણ કર્યો છે. યજમાનોએ પ્રભુના સોનાવેશ ની પૂજા કરી હતી. પ્રભુના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણકારવામાં આવ્યા છે. પીળા વાઘા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથનું સ્વરૂપ દેદીપ્યમાન લાગે છે. જેના દર્શન માટે શ્રદ્ધાળુઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. પ્રભુ ભક્તિમાં ઓળઘોળ થયેલા શ્રદ્ધાળુઓએ પ્રભુના સોનાવેશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Next Article