Rathyatra 2022 : રથયાત્રાના સ્વાગત માટે કોર્પોરેશનની વિશેષ તૈયારી, એએમસી હરિયાળા અમદાવાદની થીમ પર ટી શર્ટ વિતરણ કરશે

|

Jun 30, 2022 | 4:35 PM

રથયાત્રાના(Rathyatra 2022) સ્વાગત દરમ્યાન એએમસીએ  સામાજિક મેસેજ આપવા સ્લોગન સાથેની ટી શર્ટ તૈયાર કરી છે. જેમાં વર્લ્ડ હેરિટેજ સીટી અને હરિયાળી અમદાવાદના સ્લોગન સાથેની ટી શર્ટથી હેરિટેજ સીટી અને હરિયાળું અમદાવાદનો મેસેજ લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયાસ કરવામાં આવશે.

Rathyatra 2022 : રથયાત્રાના સ્વાગત માટે કોર્પોરેશનની વિશેષ તૈયારી, એએમસી હરિયાળા અમદાવાદની થીમ પર ટી શર્ટ વિતરણ કરશે
Rathyatra AMC

Follow us on

અમદાવાદ(Ahmedabad)શહેરમાં બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રામાં(Rathyatra 2022)ભક્તો જોડાવાના છે. જે યાત્રાનું સ્વાગત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનેતક મળી છે. ત્યારે આ તક ને ઝડપી આ વર્ષે કોર્પોરેશન દ્વારા રથયાત્રાના સ્વાગત માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે. જોકે આ વર્ષે એએમસી અંદાજે 5 લાખના ખર્ચે ટી શર્ટ(T-Shirt) વિતરણ પણ કરશે. જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજવાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. જે રથયાત્રા આ વર્ષે ભક્તો સાથે નીકળવાની હોવાથી પહેલાની જેમ રોનક જામશે. ત્યારે આ રોનકમાં વધારો કરવા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રથયાત્રાનું સ્વાગત કરવા બે વર્ષ બાદ તક મળી છે. જે તકને ઝડપી એએમસી દવારા ખાસ તૈયારી કરવામાં આવી છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે એએમસી દ્વારા છાશ અને ચોકલેટ વિતરણ રખાયું છે. તેમજ એએમસી પરિસરમાં ડોમ સહિતની તૈયારી કરાઈ છે. જેની સાથે આ વર્ષે એએમસીએ સામાજિક સંદેશ પાઠવવા માટે ખાસ ટી શર્ટ પણ તૈયાર કરી છે.

જેમાં એએમસીએ  સામાજિક મેસેજ આપવા સ્લોગન સાથેની ટી શર્ટ તૈયાર કરી છે. જેમાં વર્લ્ડ હેરિટેજ સીટી અને હરિયાળી અમદાવાદના સ્લોગન સાથેની ટી શર્ટથી હેરિટેજ સીટી અને હરિયાળું અમદાવાદનો મેસેજ લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ લોકો વૃક્ષ વાવે તે માટે સંદેશ આપતા ટી શર્ટ તૈયાર કર્યા છે. કોર્પોરેશન દ્વારા અંદાજે5 લાખના ખર્ચે ટી શર્ટ તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રામાં વિતરણ કરવા બનાવવામાં આવેલી ટી શર્ટ પર વર્લ્ડ હેરિટેજ સીટી અને મારુ અમદાવાદ હરિયાળું અમદાવાદ મિશન મિલિયન ટ્રી અમદાવાદને હરિયાળું બનાવીએ એમ બે સ્લોગન સાથે અલગ અલગ ટી શર્ટ અને ટોપી તૈયાર કરી છે. એએમસીનું માનવું છે કે વર્લ્ડ હેરિટેજના સ્લોગનથી લોકોમાં વર્લ્ડ હેરિટેજનો સંદેશો જશે તેમજ કોરોનામાં ઓક્સિજનની અછત સર્જાઈ જે અછત ન સર્જાય અને હરિયાળું અમદાવાદ બને માટે ટી શર્ટથી વૃક્ષ વાવોનો સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે.

આ પણ વાંચો

એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા પ્રમાણે મિશન મિલિયન ટ્રી અંતર્ગત દર વર્ષે 10 લાખ વૃક્ષ વાવતા જ્યારે 2021માં 15 લાખ વૃક્ષ વાવવાનો ટાર્ગેટ હતો અને આ વર્ષે 2022માં 21 લાખ વૃક્ષ વાવવાનો ટાર્ગેટ છે. જે ટાર્ગેટને અચિવ કરવા અને લોકો વધુમાં વધુ વૃક્ષ વાવે જેથી ઓક્સિજનની ઘટ ઓછી કરી શકાય તે પ્રયાસના ભાગ રૂપે આયોજન કર્યાનું જણાવ્યું હતું. જેમાં અંદાજે 5 લાખના ખર્ચે 7 હજાર ઉપર ટી શર્ટ તૈયાર કરી જગન્નાથ મંદિરમાં આપી દેવાઈ છે. જે ટી શર્ટ રથયાત્રામાં ટેબલોમાં અપાશે જ્યાંથી ટી શર્ટનું ભક્તોમાં વિતરણ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દવારા રથયાત્રામાં આ પ્રકારે ટી શર્ટ બનાવી લોક સંદેશ પહોચાડવાનો આ પ્રથમ પ્રયાસ છે. જે પ્રયાસ સારો ગણી શકાય. પણ આ પ્રયાસ માં ખર્ચ એએમસી દવારા કરવામાં આવી રહ્યો છે.

 

Published On - 4:32 pm, Thu, 30 June 22

Next Article