Ahmedabad માં કડાકા-ભડાકા સાથે વરસાદની શરૂઆત, અસહય બફારાથી લોકોને રાહત

|

Sep 11, 2022 | 4:47 PM

અમદાવાદ શહેરમાં ગઇકાલે પડેલા વરસાદ બાદ આજે સવારથી અસહય બફારાથી લોકોને પરેશાન હતા. જ્યારે  હાલ અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે.

Ahmedabad માં  કડાકા-ભડાકા સાથે વરસાદની શરૂઆત, અસહય બફારાથી લોકોને રાહત
Ahmedabad Rain

Follow us on

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં ગઇકાલે પડેલા વરસાદ બાદ આજે સવારથી અસહય બફારાથી લોકોને પરેશાન હતા. જ્યારે  હાલ અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. જેમાં અમદાવાદ શહેરના વેજલપૂર, વસ્ત્રાપુર અને સેટેલાઇટ,  કાલુપુર રેલવે સ્ટેશન,  સહિતના વિસ્તારમાં વરસાદ  પડી રહ્યો છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના  કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે પાલડી, ઈસનપુર, મણિનગર, જમાલપુર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત થન્ડરસ્ટોમ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. તેમજ આજે રાજકોટ અને મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં તેમજ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે 12 સપ્ટેમ્બરે સુરત નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી તેમ જ વડોદરા ભરૂચ નવસારી તાપી વલસાડ પોરબંદર જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 13 સપ્ટેમ્બરે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી ત્યારે અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલીમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ ઉપરાંત હવામાન વિભાગે 14 સપ્ટેમ્બરે સુરત નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી જ્યારે અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા તાપી ડાંગ બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 15 સપ્ટેમ્બરે તાપી ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી જ્યારે વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત અને નવસારીમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે.

Published On - 4:44 pm, Sun, 11 September 22

Next Article