રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો કયા દિવસે કયા સ્થળે પડશે વરસાદ

|

Jun 11, 2022 | 10:59 AM

હવામાન વિભાગની આગાહીને પગલે નવસારી શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો કયા દિવસે કયા સ્થળે પડશે વરસાદ
Rain Forecast in Gujarat (Symbolic Image)

Follow us on

રાજ્ય (State) માં આગામી પાંચ દિવસ વરસાદ (Rain) ની આગાહી છે. દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurastra) માં હળવા વરસાદની આગાહી છે. તો અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ વરસાદ પડશે. આ તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જોકે છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરેલી છે પરંતુ શહેરમાં હજુ પણ વરસાદ વરસ્યો નથી. ઉલ્ટાની ગરમી વધી રહી છે. ત્યારે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આગામી ચાર દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે આજથી લઈને મંગળવાર સુધી અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, દીવ, દાદરાનગરહવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહીને પગલે નવસારી શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યાં હતા. મંકોડિયા, દુધિયા તળાવ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે લોકોને ગરમીથી થોડી રાહત મળી.

11 જૂને ક્યાં વરસાદની શક્યતા?

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી

12 જૂને ક્યાં વરસાદની શક્યતા?

અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી

13 જૂને ક્યાં વરસાદની શક્યતા?

અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ,

14 જૂને ક્યાં વરસાદની શક્યતા?

અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ

Next Article