Ahmedabad: વરસાદના એક જ ઝાપટાએ ખોલી AMCની કામગીરીની પોલ, ઠેર ઠેર રોડ પર પડ્યા મસમોટા ખાડા

|

Jun 13, 2022 | 12:45 PM

અમદાવાદમાં (Ahmedabad) ગઇકાલે રાત્રે કેટલાક વિસ્તારમાં વરસાદ (Rain) પડ્યો હતો. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં એસ.જી હાઇવે, ગોતા , રાણીપ સહિત પશ્ચિમ વિસ્ચતારમાં તો પૂર્વમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

Ahmedabad: વરસાદના એક જ ઝાપટાએ ખોલી AMCની કામગીરીની પોલ, ઠેર ઠેર રોડ પર પડ્યા મસમોટા ખાડા
એક જ વરસાદમાં અમદાવાદના રસ્તા ધોવાયા

Follow us on

અમદાવાદ (Ahmedabad) સહિત ગુજરાતના (Gujarat) ઘણા જિલ્લાઓમાં મેઘરાજાના મંડાણ થઇ ચુક્યા છે. અમદાવાદ શહેર જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગઇકાલે એટલે કે રવિવારે ધોધમાર વરસાદ (Rain) પડ્યો હતો. જો કે અમદાવાદ શહેરમાં પડેલા વરસાદના એક જ ઝાપટાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. અમદાવાદના ઘણા રસ્તાઓ એક જ વરસાદમાં ધોવાઇ ગયા છે. ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા જોવા મળી રહ્યા છે.

ખાડાઓમાં વાહનો ફસાયા

અમદાવાદમાં રવિવારે રાત્રે પડેલા વરસાદ બાદ ઠેર-ઠેર રોડ તૂટી જવાની સમસ્યા સામે આવી છે. મેમનગરના ગુરૂકુળ વિસ્તારમાં રોડનો એક મોટો હિસ્સો જ બેસી ગયો છે. જેમાં કેટલાક ટુ-વ્હીલર અને રિક્ષા ફસાઈ હતી. વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાંખવામાં આવી હતી. જેની ઉપરનો રોડ તૂટી જતા પસાર થતા વાહનો ચાલકો હેરાન થઈ રહ્યાં છે. સ્થાનિકોએ રોડના કામમાં ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો છે.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ થયું વરસાદનું આગમન

અમદાવાદમાં ગઇકાલે રાત્રે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં એસ.જી હાઇવે, ગોતા , રાણીપ સહિત પશ્ચિમ વિસ્ચતારમાં તો પૂર્વમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા લોકો ખુશખુશાલ થઇને વરસાદનો આનંદ માણવા બહાર ફરવા નીકળી પડયા હતા. તો બાળકોએ પણ વરસાદમાં ભીંજાવાનો આનંદ માણ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો કે વરસાદ બાદ અમદાવાદીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા સ્થળોએ પાણી ભરાવાની ઘટના બની છે. જેના કારણે લોકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે. ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે આ દાવો એક જ વરસાદમાં ખોટો સાબીત થઇ રહ્યો છે.

Next Article