AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ સહિત દેશના 8 શહેરોમા શરૂ કરાશે પ્રોજેક્ટ નિર્ભયા, મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો હેતુ

Ahmedabad: અમદાવાદ સહિત દેશના 8 શહેરોમાં પ્રોજેક્ટ નિર્ભયા શરૂ કરવામાં આવશે. જેમા જાહેર સ્થળોએ ફેસ રેકગ્નાઈઝ કેમેરા લગાવવામાં આવશે. અલગ અલગ 500 હોટસ્પોટ નક્કી કરી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે

અમદાવાદ સહિત દેશના 8 શહેરોમા શરૂ કરાશે પ્રોજેક્ટ નિર્ભયા, મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો હેતુ
નિર્ભયા પ્રોજેક્ટ
Mihir Soni
| Edited By: | Updated on: Feb 16, 2023 | 11:47 PM
Share

દિવસેને દિવસે મહિલાઓ સાથે બનતા ગુના અને અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે જોતાં હવે સરકારે આવી તમામ મહિલાઓ, સિનિયર સિટીઝન અને બાળકોને સુરક્ષા આપવા એક ખાસ પ્રોજેક્ટ બનાવ્યો છે. જેનું નામ છે ‘નિર્ભયા પ્રોજેક્ટ’. અમદાવાદ સહિત દેશના 8 મોટા શહેરોમાં શરૂ થનારા આ ખાસ પ્રોજેક્ટમાં શું છે ? અને કેવી રીતે તે મહિલાઓને રક્ષણ આપશે.

મહિલાઓ સાથેના ગુનાઓ ઓછા થાય

અમદાવાદ સહિતના મહાનગરોની મહિલાઓની સુરક્ષા માટે હાઇટેક ટેકનોલોજીના માધ્યમથી વધુ એક મહત્વનો પ્રોજેક્ટ શરૂ થવા જઇ રહ્યો છે. જેનો હેતુ છે કે મહિલાઓ સાથેના ગુનાઓ ઓછા થાય, જાહેર કે પરિવહન સ્થળોએ મહિલાઓની સલામતી સુનિશ્ચિત બને અને મહિલાઓ નિર્ભયપણે શહેરમાં મુસાફરી કરી શકે. ભારત સરકારના ગૃહ મંત્રાલય તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અમદાવાદ સહિત દેશના 8 શહેરોમાં આ નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. ત્યારે એ સમજી લઈએ કે આખરે આ પ્રોજેક્ટ છે શું અને કોને તેનો લાભ મળશે, કઈ રીતે મળશે ?

મહિલાઓની સુરક્ષા માટેનો પ્રોજેક્ટ નિર્ભયામાં છે શું ?

  1. અમદાવાદ સહિત દેશના 8 શહેરોમાં શરૂ થશે પ્રોજેક્ટ
  2. જાહેર સ્થળોએ મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો હેતુ
  3. ગુજ કોપ, ડાયલ 100, 112ની સરકારી એપના ડેટા કરાશે મર્જ
  4. અમદાવાદના જાહેર સ્થળોએ નાંખવામાં આવશે ફેસ રિકોગ્નાઇઝ કેમેરા
  5. અલગ અલગ 500 હોટસ્પોટ નક્કી કરી CCTV કેમેરા લગાવ્યા
  6. 250 રિવરફ્રન્ટ પર, 150 સિટી બસ સ્ટોપ પર ફૂટેજની વ્યવસ્થા
  7. 677 IP બેઝડ કેમેરા, 255 ફિક્સ બોક્સ કેમેરાની વ્યવસ્થા
  8. 300 બુલેટ કેમરા, 112 PTZ કેમેરાની મદદથી નજર
  9. 20 પોર્ટેબલ પોલ્સ ઉભા કરી કેમેરા રાખવામાં આવશે
  10. બસ સ્ટોપ પર 205 ઇલેક્ટ્રોનિક કોલ બોક્ષ
  11. મહિલાઓની સુરક્ષા માટે 1 લાખ જેટલી રીક્ષા
  12. સુરક્ષા માટે ટેક્સીઓને QR કોડ સાથે એટેચ કરાઈ

એટલે એવું કહી શકાય કે મહિલાઓ સાથે કોઈપણ પ્રકારનું અણછાજતું વર્તન ક્યાંય પણ કરશે તો તરત જ રડારમાં આવી જશે. આ પ્રોજેક્ટમાં અમદાવાદ ઊપરાંત બેંગાલુરૂ, ચેન્નઇ, દિલ્લી, હૈદરાબાદ, કોલકાત્તા, લખનૌ અને મુંબઇ શહેરને પ્રાથમિક તબક્કે આવરી લેવાશે. જે અંતર્ગત ઇન્ટીગ્રેટેડ અને ઇન્ટેલિજન્ટ પોલીસ પ્લેટફોર્મ નક્કી કરાયા છે.

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં અસામાજિક તત્વો બેફામ, ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો

જેમાં ગુજ કોપ, ડાયલ 100, 112 જેવી સરકારી એપના ડેટા મર્જ કરાશે. આ પ્રોજેક્ટ માટે અમદાવાદને 3 વર્ષના સમયગાળા માટે 220.11 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગૃહ વિભાગે 2018માં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને હવે 2023ના મે મહિનામાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થવાની શક્યતા છે. ત્યારે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે આ યોજના હેઠળ મહિલાઓ પોતાની જાતને કેટલી વધુ સુરક્ષિત અનુભવે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">