જેલમાં બોર્ડની પરીક્ષા આપનાર કેદીઓ કોપી કેસ કરતા ઝડપાયા, અમદાવાદમાં કોપી કેસના 16 બનાવ

|

Apr 03, 2024 | 1:19 PM

તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં વર્ગખંડોના CCTV તપાસવાની કામગીરી શરૂ કરાઇ હતી. અમદાવાદ શહેરની શાળાઓના સીસીટીવી તપાસતા 16 કોપીકેસના બનાવો સામે આવ્યા છે. વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન ના હોય ત્યારે વિદ્યાર્થીઓ પૂરવણી બદલતા, કાપલી કરતા કે એક બીજામાંથી જોતા હોવાનું સીસીટીવીમાં ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપતા 4 કેદી પણ કોપી કરતા ઝડપાયા છે.

જેલમાં બોર્ડની પરીક્ષા આપનાર કેદીઓ કોપી કેસ કરતા ઝડપાયા, અમદાવાદમાં કોપી કેસના 16 બનાવ

Follow us on

તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં વર્ગખંડોના CCTV તપાસવાની કામગીરી શરૂ કરાઇ હતી. અમદાવાદ શહેરની શાળાઓના સીસીટીવી તપાસતા 16 કોપીકેસના બનાવો સામે આવ્યા છે. વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન ના હોય ત્યારે વિદ્યાર્થીઓ પૂરવણી બદલતા, કાપલી કરતા કે એક બીજામાંથી જોતા હોવાનું સીસીટીવીમાં ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપતા 4 કેદી પણ કોપી કરતા ઝડપાયા છે.

કોપીકેસના 16 બનાવો સામે આવ્યા

બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ DEO કક્ષાએથી દરેક વર્ગના સીસીટીવી તપાસવામાં આવ્યા છે. તપાસમાં જે વિદ્યાર્થીઓની હલનચલન શંકાસ્પદ દેખાય તેમને ફરીથી ચેક કરવામાં આવતા હતા.વિદ્યાર્થીઓ એકબીજામાંથી જોઈને લખતા હોય, કાપલી, મોબાઈલ લાવ્યા હોય તેમની ઓળખ કરવામાં આવી હતી. આ તમામની ઓળખ કરી DEO કચેરી સીડી મોકલવામાં આવી હતી. જેનું જિલ્લા શિક્ષણ અધિકારી કક્ષાએથી હિયરિંગ કર્યા બાદ કોપીકેસના 16 બનાવો સામે આવ્યા છે.

16 માર્ચથી વર્ગખંડના CCTV તપાસ શરુ

બોર્ડની પરીક્ષામાં અમદાવાદમાં પાંચ વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા બાદ તેમની સામે કોપી કેસ કરાયા હતા. 16 માર્ચથી વર્ગખંડના CCTV તપાસવાની શરૂઆત કરાઈ હતી.જેમાં અમદાવાદ શહેર DEO હેઠળ આવતી શાળાઓમાં ગેરરીતિ કરતા 16 બનાવો CCTVમાં સામે આવ્યા છે. કુલ 21 પૈકી ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ, 12 સાયન્સના 6 અને સામાન્ય પ્રવાહના 5 વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા છે. વિદ્યાર્થીઓ એક બીજાને પુરવણી આપતા, કાપલી લઈને બેઠા હોય, કપડા પર લખાણ લઈને આવ્યા હોય અને આજુબાજુમાં જોઈને લખતા હોવાનું CCTVમાં ધ્યાને આવ્યું છે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

આધાર કાર્ડની પાછળ લખી હતી કોપી

અમદાવાદ એક કેન્દ્ર પર એક વિદ્યાર્થીની અંગ્રેજીના પેપરમાં આધાર કાર્ડની પાછળ લખીને કોપી કરતા ઝડપાઈ હતી.સીસીટીવી ફૂટેજમાં આ વિદ્યાર્થીની કેમેસ્ટ્રી અને બાયોલોજીના પેપરમાં પણ કોપી કરતા દેખાય છે. જેથી વિદ્યાર્થીની સામે કુલ ત્રણ કોપી કેસ નોંધાયા છે.અન્ય કેન્દ્ર પર એક વિદ્યાર્થી 12 સાયન્સમાં કેમેસ્ટ્રી,ગણિત અને ઇંગ્લિશના પેપરમાં કાપલીમાંથી પેપર લખતો દેખાય છે.તેથી વિદ્યાર્થી સામે પણ ત્રણ અલગ અલગ કોપી કેસ કરવામાં આવ્યા છે.

સેન્ટ્રલ જેલમાં પણ કોપી કેસ

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા 49 કેદીઓ આપી રહ્યા હતા. જેમાં 4 કોપીકેસ સીસીટીવીની તપાસ કરતા સામે આવ્યા છે. જેમાં 4 પરિક્ષાર્થીઓ એકબીજાને પુરવણીની અદલા બદલી કરતા હોવાનું સામે આવ્યું છે.આ ચારેય કેદીઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા હતા.એક ગુનામાં.જેલમાં સજા કાપતા કેદી અન્ય ગુનો પણ કર્યો છે જે માટે બોર્ડ દ્વારા સજા નક્કી કરવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:06 pm, Wed, 3 April 24

Next Article