ત્રીજીવાર PM બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. બે દિવસની આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક વિકાસકામોની સોગાત રાજ્યવાસીઓને આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાત માટે આવવાના છે. 15થી લઇને 17 સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન મોદી ગુજરાતમાં જ રહેશે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. ત્યારે પોતાના જન્મદિવસે સવારે 9 કલાકે વડાપ્રધાન મોદી ગુજરાતથી ઓડિશા જવા માટે રવાના થશે. આજે 4 વાગ્યા આસપાસ તેમનુ અમદાવાદ ઍરપોર્ટ પર આગમન થશે.
ગુજરાત ફરી બનશે મોદીમય
લોકસભા ચૂંટણી પછી ત્રીજીવાર પીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી નરેન્દ્ર મોદીનું તેમના ગૃહરાજ્યમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે બે રાત્રિ રોકાણ કરશે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટના સભ્યો, સરકારના ઉચ્ચ અધિકારીઓ અને પ્રદેશના પ્રમુખ નેતાઓ સાથે મુલાકાત કરી વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરશે. પીએમ મોદી તાજેતરમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આવેલા પૂરગ્રસ્ત વિસ્તારો અંગે પણ સમીક્ષા કરશે અને માર્ગદર્શન આપશે.
15 સપ્ટેમ્બર
સોમવારના દિવસે વડાપ્રધાન મોદી ગાંધીનગર અને અમદાવાદની જનતાને મોટી ભેટ આપશે. 16 સપ્ટેમ્બરના વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વાત કરીયે તો.
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો શરૂ થઇ જતા અમદાવાદ અને ગાંધીનગર અપડાઉન કરતા લોકોને સૌથી મોટી રાહત મળશે. માત્ર 35 રૂપિયામાં લોકો 33 કિલોમીટરની મુસાફરી કરી શકશે.
રાજ્યમાં આગામી દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદી ભાજપના કાર્યકરોને જીતનો મંત્ર આપશે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં મોદી ભાજપના 1 લાખથી વધારે કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આમ આગામી કલાકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે અને ગુજરાતના વિકાસનો ડંકો વાગશે.
Input Credit- Kinjal Mishra- Narendra Rathod
Published On - 3:45 pm, Sun, 15 September 24