વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોદી શૈક્ષણિક સંકુલનું કર્યુ લોકાર્પણ, કહ્યું જે સમાજે શિક્ષણને પ્રાધાન્ય આપ્યુ એ સમાજ આગળ આવ્યો છે

|

Oct 10, 2022 | 6:28 PM

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છારોડીમાં ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મીત 'મોદી શૈક્ષણિક સંકુલ'નું લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે તેમણે કહ્યુ વિશ્વમાં જે સમાજે શિક્ષણને પ્રાધાન્ય આપ્યુ છે એ સમાજ આગળ આવ્યો છે. આગામી સમયમાં ડિગ્રીવાળા કરતા હુનરવાળાની તાકાત વધવાની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોદી શૈક્ષણિક સંકુલનું કર્યુ લોકાર્પણ, કહ્યું જે સમાજે શિક્ષણને પ્રાધાન્ય આપ્યુ એ સમાજ આગળ આવ્યો છે
PM નરેન્દ્ર મોદી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અમદાવાદમાં છારોડી ખાતે મોઢ વણિક જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અંબાજી તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ (Modi Community) ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ કર્યુ હતુ. આ લોકાર્પણ પ્રસંગે PM મોદીએ કહ્યું કે વિશ્વમાં જે સમાજે શિક્ષણ (Education)ને પ્રાથમિક્તા આપી છે એ જ સમાજ આગળ આવ્યો છે. પીએમએ કહ્યું મોદી સમાજે આ વાતને પ્રાધાન્ય આપી સમાજના બાળકો માટે હોસ્ટેલની સુવિધા ઉભી કરતુ શૈક્ષણિક સંકુલનુ નિર્માણ કર્યુ તે સાચી દિશાનો રસ્તો છે. આ જ રસ્તે સમાજ કલ્યાણની દિશાઓ ખુલવાની છે એમ તેમણે ઉમેર્યુ હતુ.

વડાપ્રધાને કહ્યું કે ગઈકાલે તેમણે મોઢેશ્વરી માતાના દર્શન કર્યા હતા, આજે સમાજ દેવતાના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે પણ સમાજના ચરણોમાં આવવું અને સમાજના આર્શીવાદ લેવા એ ધન્ય ઘડી છે. મોદી સમાજ અંત્યત સામાન્ય જીવન જીવતો નાનો સમાજ છે. તેમ છતાંય સંકુલ નિર્માણનું ભગીરથ કાર્ય સમાજના સહયોગથી પૂર્ણ થયું છે એ અભિનંદનીય છે. સાથે-સાથે સમાજે એક ચોક્કસ લક્ષ્ય સાથે આ કામ પૂર્ણ કર્યું છે તે સાચી દિશાનું પગલું છે.

વડાપ્રધાન મોદીએ સમાજની શિસ્ત અને સૌમ્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ એવો સમાજ છે જે ક્યારેય કોઈને નડ્યો નથી. સંગઠન જ મોટી શક્તિ છે તે વાત આજે સમસ્ત મોદી સમાજે પુરવાર કરી છે. પીએમએ કહ્યું કે આ સામાજનો દીકરો રાજ્યમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદે રહ્યા અને બે વખત વડાપ્રધાન પદે રહ્યા છતાય સમાજની એકપણ વ્યક્તિ મારી પાસે કોઈ કામ લઈને આવી નથી. સમાજે મને મોટો ટેકો અને તાકાત આપી છે. સાથે સાથે મારો પરિવાર પણ મારાથી જોજનો દૂર રહ્યો છે. એટલે વ્યક્તિગત રીતે મારા માટે આજે સમાજના ઋણ સ્વીકારનો અવસર છે. પીએમએ કહ્યું આ સમાજને હું આદરપૂર્વક વંદન કરુ છુ.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

વડાપ્રધાને તેમના સંબોધનમાં સિંગાપોરના પ્રવાસ દરમિયાન બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું સિંગાપોરના વડાપ્રધાને તેમના વિસ્તારમાં બનાવેલી નાની ITIનો ઉલ્લેખ કરીને કહ્યું કે ITIમાં કૌશલ્ય વર્ધનને અગ્રિમતા આપી છે. આ જ રીતે આપણે ત્યાં આજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બને તે ઈચ્છનીય તો છે જ પરંતુ બાળકોના કૌશલ્ય વર્ધનને પણ આપણે ચોક્કસ આકાર આપવો પડશે. હુનર હશે તો ક્યારેય પાછુ વળીને જોવુ નહીં પડે એ સર્વ સત્ય છે. પીએમએ ઉમેર્યુ કે આગામી સમયમાં ડિગ્રીવાળા કરતા હુનરવાળાની તાકાત વધવાની છે એ પણ એટલુ જ સત્ય છે. શ્રમની પ્રતિષ્ઠા જ પ્રગતિનું ઔષધ છે. આવનારી પેઢી શ્રમ-કૌશલ્યના પગલે જ વધુ પ્રગતિ કરી કરી શકશે તેમ પીએમએ જણાવ્યુ હતુ.

Next Article