કોરોનાથી સાજા થયેલા પરંતુ સારવારની જરૂરીયાતવાળા દર્દીઓ માટે, ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં શરૂ કરાયુ પોસ્ટ કોવિડ કેર સેન્ટર

|

May 27, 2021 | 5:35 PM

જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને તેમના ઘરે, ઓક્સિજન કન્સનટ્રેટરની વ્યવસ્થા ન હોય પરંતુ 5થી 10 લિટર ઓક્સિજનની આવશ્યકતા હોય તેવા દર્દીઓ પણ રજીસ્ટ્રેશન કરાવીને પોસ્ટ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થઈ શકે છે.

કોરોનાથી સાજા થયેલા પરંતુ સારવારની જરૂરીયાતવાળા દર્દીઓ માટે, ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં શરૂ કરાયુ પોસ્ટ કોવિડ કેર સેન્ટર
ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં શરૂ કરાયુ પોસ્ટ કોવિડ કેર સેન્ટર

Follow us on

કોરોનાથી સાજા થયેલા દર્દીઓને શ્વાસની તકલીફ, શારીરિક અશક્તિ, માનસિક સ્થિતિ અંગેની તકલીફ હોય તેવા દર્દીઓને સારવાર આપવા માટે, અમદાવાદના ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં ( dhanvantari hospital ) પોસ્ટ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન ( DRDO ) અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્સન હોલમાં ( University Convention Hall ) 200 બેડનુ પોસ્ટ કોવિડ કેર સેન્ટર ( Post Covid Care Center ) શરુ કરાયુ છે.

કેવી રીતે કરાવશો રજીસ્ટ્રેશન
કોરોના પછી સાજા થયેલા દર્દીઓ કે જેમને કેટલીક તકલીફ રહે છે તેવા દર્દીઓએ સારવાર કરાવવા માટે “ક્યુ.આર. કોડ” સ્કેન કરીને અથવા તો વેબસાઇટ પર મોબાઇલથી જ રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે દર્દીઓને માત્ર ઓપીડી સારવારની જરૂર હોય તેવા દર્દીઓએ પણ રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બિલકુલ સરળ અને સહેલી હોવાનું ફરજ પરના તબીબનું કહેવું છે.

કયા કરાવશો રજીસ્ટ્રેશન.
ધન્વતરી પોસ્ટ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે covidcare.dhanvantarihospital.in અથવા http://covidcare.dhanvantarihospital.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને તેમના ઘરે, ઓક્સિજન કન્સનટ્રેટરની વ્યવસ્થા ન હોય પરંતુ 5થી 10 લિટર ઓક્સિજનની આવશ્યકતા હોય તેવા દર્દીઓ પણ રજીસ્ટ્રેશન કરાવીને પોસ્ટ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થઈ શકે છે.

પોસ્ટ કોવિડ કેર સેન્ટરમા ( Post Covid Care Center ) આવતા દર્દીઓને હળવુ પરંતુ આરોગ્યપ્રદ આહાર આપવામાં આવશે. સાથોસાથ ફિઝીયોથેરાપીસ્ટની દેખરેખ હેટલ હળવી શારીરિક કસતર કરાવડાવીને તેમને સાજા કરવામાં આવશે.

દેશના પાંચ શહેરમાં સૌથી મોટી હોસ્પિટલ
DRDO કોવિડ હોસ્પિટલના નોડલ કર્નલ અરવિંદે કહ્યું કે, સમગ્ર દેશમાં આવી પડેલી કોરોના મહામારીમાં દેશની ત્રણેય સંરક્ષણ પાંખોના તબીબો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કદમથી કદમ મીલાવીને રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરી રહ્યા છે. દેશના મુખ્ય પાંચ શહેરોમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. જેમાંની અમદાવાદમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ સૌથી મોટી છે.

ભારતીય નૌકાદળના કેપ્ટન દોરાઇ બાબુએ, ધન્વંતરી હોસ્પિટલ ખાતેના અનુભવો વર્ણવતા કહ્યું કે, અમદાવાદ શહેરમાં તહેનાત તબીબોની ટૂકડીએ ગુજરાતના આરોગ્ય વિભાગ સાથે કામ કરીને , મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને મદદ રૂપ બની કોરોનાની સમગ્ર સ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં મહદઅંશે સફળતા મળી છે. જેનો અમને આનંદ છે.

ભારતીય નૌકાદળના કેપ્ટન મોહંતી એ કહ્યું કે, ખૂબ જ ટૂંકા ગાળામાં યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીને તમામ પ્રકારની શ્રેષ્ઠ સારવાર આપીને ગમે તે ભોગે તેમના જીવ બચાવવાના અમારા પ્રયત્નો રહ્યા છે.

Published On - 3:53 pm, Thu, 27 May 21

Next Article