અમદાવાદ: BRTS બસના લીધે 2 ભાઈના મોતના કેસમાં પોલીસે કર્યું રિકન્ટ્રક્શન

અમદાવાદના પાંજરાપોળ પાસે  BRTSની અડફેટે બે ભાઈઓના મોત મામલે આજે ટ્રાફિક પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું .જેમાં ઘટસ્ફોટ થયો છે કે BRTS બસ રેડ સિગ્નલ હતું છતાં પુરઝડપે બસ ચલાવી બાઈક પર આવેલા બે ભાઈ અડફેડ લઈ લીધા હતા. પોલીસએ આરોપી સાથે રાખીને,FSL,પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરી સાંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા. રોચક VIDEO જોવા માટે […]

અમદાવાદ: BRTS બસના લીધે 2 ભાઈના મોતના કેસમાં પોલીસે કર્યું રિકન્ટ્રક્શન
Mihir Soni

| Edited By: Pinak Shukla

Jan 18, 2021 | 11:39 AM

અમદાવાદના પાંજરાપોળ પાસે  BRTSની અડફેટે બે ભાઈઓના મોત મામલે આજે ટ્રાફિક પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું .જેમાં ઘટસ્ફોટ થયો છે કે BRTS બસ રેડ સિગ્નલ હતું છતાં પુરઝડપે બસ ચલાવી બાઈક પર આવેલા બે ભાઈ અડફેડ લઈ લીધા હતા. પોલીસએ આરોપી સાથે રાખીને,FSL,પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરી સાંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

21મી નવેમ્બરે પાંજરાપોળ ચાર રસ્તા પર કઈ રીતે મોતની બસ દોડી તેનું પોલીસે 1 ડિસેમ્બરના રોજ વીડિયોગ્રાફી સાથે રિકન્ટ્રક્શન ટ્રાફિક પોલીસે કર્યું હતું. આરોપી ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિ સાથે રાખીને BRTS બસની ટક્કર કેવી રીતે થઈ હતી તેનું  રિકન્ટ્રક્શન ઘટના સ્થળે કરાયું હતું.  રિકન્સ્ટ્રક્શન થયા બાદ કેટલાક સવાલો પરથી પડદો ઉઠ્યો છે. જો કે અકસ્માતમાં ડ્રાઈવર કબૂલી ચૂક્યો છે કે તેણે બ્રેક નહોતી લગાવી તો સીસીટીવીની તપાસમાં એ ભેદ પણ ખુલી ગયો છે કે BRTS બસને તેણે રેડ સિગ્નલ હતું છતાં હંકારી હતી.
મતલબ કે ડ્રાઈવરે મોતની બસ દોડાવી હતી. જેના કારણે બે સગા ભાઈઓને મોત ભરખી ગયું. ટ્રાફિક વિભાગ એસીપી આકાશ પટેલ કહેવું છે કે પ્રાથમિક તપાસમાં BRTS બસ રેડ સિગ્નલમાં 25થી વધુ સેકન્ડ બાકી હતી અને બાઈક પર રહેલ બે ભાઈઓ યલ્લો સિગ્નલમાં લગભગ 5 સેકન્ડ બાકી હતી ત્યારે બાઈક કાઢી હોવાથી બને વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રીકન્ટ્રક્શનમાં અકસ્માત કેટલા વાગ્યે સર્જાયો હતો?  ક્યાં સંજોગોમાં સર્જાયો? હતો તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી. FSL રીપોર્ટ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનમાં બીઆરટીએસ બસચાલક રેડ સીગ્નલ હોવા છતાં પણ તેણે બસ હંકાવી હોવાથી આ અકસ્માત સર્જાયું હોવાનું બહાર આવતા જ પોલીસએ ફરિયાદમાં 304ની કલમનો ઉમેરો કર્યો છે. તપાસ અર્થે આરોપીના બે દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. પોલીસનું કહેવું છે કે આરોપી વિરુદ્ધમાં સાંયોગિક પુરાવા એકત્ર કરવા માટે આ ઘટનાનું રીકન્ટ્રક્શન જરૂરી હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેથી આરોપીને સાથે રાખીને આ રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા BRTS બસના કોન્ટ્રાક્ટર પૂછપરછ કરતા સામે આવ્યું છે. જો કે અકસ્માત સર્જનાર આરોપી ડ્રાઇવર છેલ્લા 7 મહિના BRTS બસ એક જ રૂટ પર ચલાવે છે જે ઝુંડાલથી એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજ સુધી રૂટમાં 52 મિનિટમાં પુરી કરવાની હોય છે જો સમય કરતાં વધુ થઈ જાય તો ટ્રીપ કેન્સલ ગણાય અને પેનલ્ટી આપતા હોવાની બીકથી BRTS પુરઝડપે હકારતાં હતા. ત્યારે યમદૂત બની BRTS ફરી કોઈનો જીવ ના લે તેના માટે પોલીસ દ્વારા આ કેસમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી છે. 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati