Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલમહાકુંભનો કરાવશે શુભારંભ

| Edited By: | Updated on: Mar 05, 2022 | 11:08 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખેલ મહાકુંભનો શુભારંભ થશે. આ અંતર્ગત નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. જેમાં હાજર જંગી જનમેદનીને PM મોદી સંબોધન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે (Gujarat Visit) આવશે. આગામી 11 અને 12 માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી અમદાવાદ (Ahmedabad) જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ એ ખેલ મહાકુંભ (Khel Mahakumbh)નો પ્રારંભ કરાવશે અને તેની સાથે રક્ષા યુનિવર્સીટીના પદવીદાન સમારોહમા પણ હાજરી આપશે.

બે દિવસ પ્રવાસના કાર્યક્રમ પર નજર કરીએ તો 11 માર્ચે PM મોદી અમદાવાદના GMDC મેદાનમાં સરપંચ સંમેલનને સંબોધન કરશે. જેમાં સરપંચ ઉપરાંત પંચાયતીરાજ વ્યવસ્થાના હોદ્દેદારો હાજર રહેશે. તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજરી આપશે. ‘મારુ ગામ, મારુ ગુજરાત’ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં પીએમ મોદી સંબોધન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ, મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો પણ હાજર રહેશે.

12 માર્ચે પીએમ મોદી રક્ષાશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે અને સભા સંબોધશે. તો 12 માર્ચે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. નવરંગપુરા સ્ટેડિયમમાં ખેલ મહાકુંભને ખુલ્લો મુકાશે. એટલું જ નહીં અમદાવાદ મનપાના વિકાસ કાર્યોનું પીએમ મોદી લોકાર્પણ કરી શકે છે.

12 માર્ચના રોજ યોજાનાર આ ગુજરાત ખેલ મહાકુંભ નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ખેલ મહાકુંભનો શુભારંભ થશે. આ અંતર્ગત નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. જેમાં હાજર જંગી જનમેદનીને PM મોદી સંબોધન કરશે. તેમજ વડાપ્રધાન મોદી ખેલ મહાકુંભની સફળતાની વાત કરશે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો સહિત આ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. બંને અધિકારીઓએ સ્ટેડિયમની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા પણ કરી.

આ પણ વાંચો-

Mehsana: લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય પ્રધાન સહિતનું તંત્ર થયુ દોડતુ

આ પણ વાંચો-

Surat: પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મના ચકચારી કેસમાં કોર્ટ સંભળાવશે સજા, બંને દોષિતોને ફાંસીની સજા થાય તેવી માગ

Published on: Mar 05, 2022 11:05 AM