PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીએ બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું કર્યુ ઉદ્ઘાટન, કહ્યું સ્પેસ ટેક એક મોટી ક્રાંતિનો આધાર બનશે

|

Jun 10, 2022 | 6:54 PM

વડાપ્રધાને (Prime Minister) જણાવ્યુ કે, ઇન સ્પેસને કારણે અમદાવાદ (Ahmedabad) ભારતમાં એરો-સ્પેસ માટેનું હબ બનશે. ખાસ કરીને એરોસ્પેસ ક્ષેત્રે કામ કરતા સ્ટાર્ટઅપ અને ખાનગી કંપનીઓ પોતાના પ્રોજેક્ટ માટે ઇસરોની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે.

PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીએ બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું કર્યુ ઉદ્ઘાટન, કહ્યું  સ્પેસ ટેક એક મોટી ક્રાંતિનો આધાર બનશે
વડાપ્રધાને IN-space સેન્ટરનું ઉદઘાટન કર્યુ

Follow us on

વડાપ્રધાન મોદીએ (PM  Modi) ગુજરાતને વધુ એક ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ અમદાવાદના (Ahmedabad) બોપલમાં આવેલા ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરના (IN-SPACe) મુખ્યાલયનું ઉદ્ધાટન કર્યું. જ્યાં કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાને યુવાનોને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે, આજે સ્પેસ સેક્ટરમાં બિગ વિનરની ભૂમિકા ભજવશે. ઈન સ્પેસમાં અંતરિક્ષ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની પણ ક્ષમતા છે. ભારતના IT સેક્ટરનું સામર્થ્ય આજે દુનિયા જોઈ રહી છે. તેમજ જણાવ્યું કે, સ્પેસ ટુરિઝમ અને સ્પેસ ડિપ્લોમસીમાં પણ ભારતની મજબૂત ભૂમિકા જોવાઈ રહી છે.

તો આ સાથે વડાપ્રધાને જણાવ્યુ કે, ઇન સ્પેસને કારણે અમદાવાદ ભારતમાં એરો-સ્પેસ માટેનું હબ બનશે. ખાસ કરીને એરોસ્પેસ ક્ષેત્રે કામ કરતા સ્ટાર્ટઅપ અને ખાનગી કંપનીઓ પોતાના પ્રોજેક્ટ માટે ઇસરોની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે. સરકારને અંદાજ છે કે અમદાવાદમાં ઇન સ્પેસ પ્રોગ્રામથી મોટા પ્રમાણમાં રોજગારી ઉભી થશે. ઉદઘાટન પૂર્વે જ 13 કંપનીએ ઈસરો સાથે એમઓયુ કર્યા છે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે આ નાનકડો કાર્યક્રમ અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતને નવી ઉંચાઈએ લઈ જશે.

તેમણે જણાવ્યુ કે, ખાનગી કંપનીઓ ઇન સ્પેસ મારફતે નાણાં ભરીને લેબોરેટરી, મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ, કિંમતી ફેબ્રિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ, એરો સ્પેસ માટેના સોફ્ટવેર, ડેટા, કન્સલ્ટન્સી, કેબિન- ઓફિસ અને ખાસ કરીને હાઇપફોર્મન્સ સુપર કમ્પ્યૂટરનો પણ ઉપયોગ કરી શકશે. જ્યારે કે કોઇ કંપની કે સ્ટાર્ટઅપ આ ખરીદી કરે તો ખૂબ મોટા બજેટનું રોકાણ કરવું પડશે, પરંતુ ઇન સ્પેસ મારફતે તેઓ સરકારના સાધનોનો ઉપયોગ કરી શકતી હોવાથી મોંઘા ઈન્સ્ટ્રુમેન્ટ નહીં ખરીદવા પડે.

Next Article