પાટણ જિલ્લાના શિક્ષક દંપતિને બદલીના કિસ્સામાં હાઇકોર્ટમાંથી ન્યાય મળ્યો, મૂળ સ્થાને ફરી પોસ્ટિંગ મળ્યું

|

Jun 13, 2022 | 4:03 PM

અરજદાર શિક્ષિકાના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેમના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી છે. જેથી નિયમ મુજબ તેમની ટ્રાન્સફર ન થઈ શકે.

પાટણ જિલ્લાના શિક્ષક દંપતિને બદલીના કિસ્સામાં હાઇકોર્ટમાંથી ન્યાય મળ્યો, મૂળ સ્થાને ફરી પોસ્ટિંગ મળ્યું
Gujarat High Court (File Image)
Image Credit source: FILE PHOTO

Follow us on

પાટણ (Patan) જિલ્લાના શિક્ષક (Teacher) દંપતિને બદલીના કિસ્સામાં ગુજરાત હાઇકોર્ટ (High Court) તરફથી ન્યાય મળ્યો છે. કોર્ટની ટકોર બાદ શિક્ષણ વિભાગે બદલી રદ કરી મૂળ સ્થાન પર પરત મુકવા શિક્ષણ વિભાગે હુકમ કર્યો છે. આ કિસ્સામાં અરજદાર શિક્ષિકા પાટણ જિલ્લાની ખારાધરવા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમની સાથે તેમના પતિ પણ એજ શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હતા. જોકે તેમના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી હતી, તેની વચ્ચે શાળામાં શિક્ષકની વધતા શિક્ષિકાની ટ્રાન્સફર પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. જેને લઇને શિક્ષિકાએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ તેમની બદલીના આ હુકમને પડકાર્યો હતો.

અરજદાર શિક્ષિકાના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેમના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી છે. જેથી નિયમ મુજબ તેમની ટ્રાન્સફર ન થઈ શકે. પતિને કેન્સરની બીમારી હોવાથી તેમની સારસંભાળ રાખવા માટે સાથે રહેવું જરૂરી હતું. જોકે તેમ છતાં તેમની બદલી કરવામાં આવી હતી.

અરજદાર શિક્ષિકા દ્વારા શિક્ષણ વિભાગે કરેલ બદલીના આદેશને હાઇકોર્ટમાં પડકારતા ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2021માં શિક્ષિકાની તરફેણમાં હુકમ કરતા બદલી રદ કરી હતી. શિક્ષણ વિભાગે તેમના પતિના તબીબી પરીક્ષણ માટે મેડિકલ બોર્ડ સમક્ષ હાજર રહીને તપાસ કરાવી હતી. જેમાં તેમના પતિને કેન્સર હોવાનું ફલિત થયું હતું, જોકે આ કિસ્સામાં તેમની બદલી જરૂરી ન હોવાનું પણ કહ્યું હતું. જેને લઇને પત્ની દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પટ અરજી દાખલ કરવામાં આવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોર્ટના આદેશના તિરસ્કારની અરજી બાદ શિક્ષણ વિભાગે હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે શિક્ષિકાને તમેની મૂળ ખારાધરવા શાળામાં રાખવા હુકમ કર્યો. જે બાદ ફરથી શિક્ષણ વિભાગે મેડિકલ બોર્ડ સમક્ષ હાજર રહેવા માટે શરત રાખી હતી. જેને લઇને અરજદાર વતી ફરીથી હાઇકોર્ટ સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી. જેને લઇ શિક્ષણ વિભાગે ફરીથી નવો કચેરી આદેશ કરીને શિક્ષિકાને તેમની મૂળ શાળામાં રાખવા માટે હુકમ કર્યો. જેમાં તબીબી પરીક્ષણ માટે મેડિકલ બોર્ડ સમક્ષ હાજર રહેવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

Published On - 6:09 pm, Sat, 11 June 22

Next Article