ગુજરાતમાં 7 થી 10 નવેમ્બર સુધી માવઠાની આગાહી, જાણો કયા વિસ્તારમાં થશે અસર
ગુજરાતમાં 7થી 10 નવેમ્બર દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થશે, જયારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા નહિવત છે.
અરબી સમુદ્રમાં સક્રીય થયેલાં લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં( Gujarat) માવઠાની( Unseasonal Rain)આગાહી છે.. 7થી 10 નવેમ્બર દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થશે, જયારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા નહિવત છે. લો-પ્રેશરની અસરોથી આગામી બે દિવસોમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યાં બાદ વાદળછાયું વાતાવરણ સર્જાવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.
ગુરુવારે શહેરમાં વહેલી સવારથી શરુ થયેલાં ઠંડા પવનોની અસરથી ઠંડીનો ચમકારો વર્તાયો છે. ઠંડા પવનોની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું હતું. હવે આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન અમદાવાદમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે..
આ ઉપરાંત ગુજરાતમાં તહેવારોના સમયમાં આકરી ઠંડી પડશે. ઉત્તર-પૂર્વના પહાડી રાજ્યોમાંથી પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : નવા વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના દર્શન-પૂજન કર્યા
આ પણ વાંચો : સુરતમાં લોકોએ અંબાજી મંદિરે દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો, લોકોની ભારે ભીડ