Ahmedabad: વોલ્વો એસ. ટી. બસમાં ટેક્નિકલ ખામીના કારણે એક સીટ બે લોકોને ફળવાઈ, મુસાફર અને કર્મચારી વચ્ચે ઘર્ષણ

|

May 05, 2022 | 4:50 PM

છેલ્લા કેટલાક દિવસથી વોલ્વોની આ સુવિધામાં ઓનલાઈન એરર સર્જાઈ છે. જેના કારણે બસ આવે અને મુસાફર રિઝર્વ સીટ પર જાય ત્યારે ખબર પડે કે  એક જ નંબરની સીટ બે પ્રવાસીઓને ફળવાય છે.

Ahmedabad: વોલ્વો એસ. ટી. બસમાં ટેક્નિકલ ખામીના કારણે એક સીટ બે લોકોને ફળવાઈ, મુસાફર અને કર્મચારી વચ્ચે ઘર્ષણ
ST Volvo bus

Follow us on

ગુજરાત (Gujarat) એસ ટી બસ (ST bus) સેવાનો મુસાફરો (passenger) વધુ લાભ લઇ શકે માટે એસ ટી નિગમ દ્વારા વોલ્વો બસને લઈને ઓનલાઇન ટીકીટ સુવિધા શરૂ કરી. જોકે કેટલાક દિવસથી આ ઓનલાઇન સુવિધામાં ખામી સર્જાઈ છે. જેને લઈને મુસાફરો હાલાકીમાં મુકાયા છે. જે વાત ક્યાંક એસ ટી નિગમે પણ સ્વીકારી છે. ડીઝીટલ સુવિધા વધી રહી છે. ત્યારે એસટી નિગમની બસમાં પણ ઓનલાઈન ટીકીટ બુકીંગ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. અને લોકો પણ વોલ્વઓમાં પ્રવાસ કર્યા પહેલા ઓનલાઈન ટીકીટ બુકીંગ કરી લે છે. જેથી ઓનલાઈન ટીકીટ બુકીંગ કર્યા બાદ સીટ નિશ્ચિત થઈ જાય છે.

જોકે છેલ્લા કેટલાક દિવસથી વોલ્વોની આ સુવિધામાં ઓનલાઈન એરર સર્જાઈ છે. જેના કારણે બસ આવે અને મુસાફર રિઝર્વ સીટ પર જાય ત્યારે ખબર પડે કે  એક જ નંબરની સીટ બે પ્રવાસીઓને ફળવાય છે. અને આવી જ એક ઘટનામાં રાજકોટમાં માથાકૂટ થઈ કે તેમાં મુસાફર અને કર્મચારી વચ્ચે ઘર્ષણ થતા પોલીસ બોલાવવી પડી. જે સમસ્યા દૂર કરવા એસ ટી યુનિયને માંગ કરી છે.

તો બીજી તરફ સમગ્ર મામલે એસ ટી નિગમે પણ ટીકીટ બુકીંગ દરમિયાન આ પ્રકારની સમસ્યાઓ થઈ રહી હોવાની વાત સ્વીકારી હતી અને નિગમ સચિવે માહિતી આપતા જણાવ્યું કે વોલ્વોની ઓનલાઈન ટીકીટ બુકિંગ કરતા કંપની ભૂલના કારણે સમસ્યા સર્જાઈ. જેની કંપનીને જાણ કરી મેઇન્ટેનન્સ અને અપડેસન માટે ટીમ બોલાવી લેવાઈ છે. જે સમસ્યા એક સપ્તાહમાં દૂર થઈ જશે તેવી પણ અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ઉનાળુ વેકેશનનો સમય છે રેલવે સ્ટેશન હોય કે પછી બસ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. અને લોકો એડવાન્સ ટીકીટ બુકીંગ કરી લે છે. અને છેલ્લી ઘડીએ સીટ રિઝર્વ કર્યા બાદ પણ સીટ ન મળે તો ગરમીના તાપમાનની જેમ લોકો તપી જતા હોય છે. અને તેમાં આવા કિસ્સા બને ત્યારે જોવા જેવી થઈ જાય છે. ત્યારે  ટેક્નિકલ ખામીને તાત્કાલિક દૂર કરવા માંગ ઉઠી છે. જેથી એસ ટી ના સલામત સવારીના સૂત્રને સાર્થક કરી મુસાફરો ને હાલાકી વગરની સવારી આપી શકાય.

Published On - 4:38 pm, Thu, 5 May 22

Next Article