અમદાવાદના વસ્ત્રાપુર રેલવે ફાટક પાસે બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. ઘટનાને લઈ એન ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું છે કે મોપેડ પર 3 લોકો સવાર હતા. તે રિક્ષાને ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલા બાઈક સાથે ખતરનાક ટક્કર વાગી હતી.
One died in a head-to-head collision between two vehicles near Vastrapur railway station, #Ahmedabad #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/KpJ2xtu03a
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગરમાં લીંબડી-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રક અને માલવાહક વાહન વચ્ચે થયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ માલ વાહનનું ટાયર બદલી રહ્યા હતા તે દરમિયાન ટ્રકે માલવાહક વાહનને અડફેટે લીધુ હતુ. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.