ઓઢવ સામુહિક હત્યા કેસઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં વિનોદ મરાઠીને પકડી પાડ્યો, પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી હત્યા કર્યાની આશંકા
ઘરનો મોભી વિનોદ મરાઠી જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. વિનોદ અમદવાદથી સુરત ગયો હતો અને ત્યાંથી ઇન્દોર ગયો હતો જોકે ઇન્દોરથી બહાર અન્ય કોઈ રાજ્યમાં જતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
અમદાવાદ (Ahmedabad) માં ઓઢવ સામુહિક ચકચારી હત્યા (Murder)કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) એ 48 કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. રાજ્ય બહારથી વિનોદ મરાઠીની અટકાયત કરાઈ છે. ઘરનો મોભી વિનોદ મરાઠી જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. હત્યા કરીને ફરાર થઈ ગયેલો વિનોદ અમદવાદથી સુરત ગયો હતો અને ત્યાંથી ઇન્દોર ગયો હતો જોકે ઇન્દોરથી બહાર અન્ય કોઈ રાજ્યમાં જતાં જ પોલીસે (Police) તેને ઝડપી લીધો હતો. વિનોદે પત્ની પર ચારિત્ર્યની શંકા રાખીને જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વિનોદે પોતે પકડાય નહીં તે માટે ઘરમાં રહેલા અન્ય સભ્યોને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. હાલ આરોપી ક્રાઈમબ્રાંચ સમક્ષ અલગ અલગ વાતો કરી રહ્યો છે. સઘન પૂછપરછ અમદાવાદ આવ્યા બાદ કરવામાં આવશે.
અમદાવાદ ઓઢવ વિસ્તારના દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના હત્યા નો બનાવ સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૂળ મહારાષ્ટ્રના બુરહાનપુરનો વતની વિનોદનો પરિવાર સાંગલીમાં સ્થાયી થયો છે. મૃતક દીકરીની માતાએ દીકરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. દીકરીનો સંપર્ક ન થતાં માતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા જ હત્યા થયાનું સામે આવ્યું. પોલીસની અત્યાર સુધીની તપાસમાં 4 દિવસ પહેલા જ પરિવારજનોની હત્યા થયાનો ખુલાસો થયો છે. આ પરિવાર દિવ્યપ્રભા સોસાયટીમાં પાછલા 15 દિવસથી જ રહેવા આવ્યો હતો.
મકાનમાંથી દુર્ધંગ આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા મકાનના અલગ અલગ બેડરૂમ અને એક બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની વાત કરીએ તો સોનલ વિનોદ મરાઠી, સોનલના 70 વર્ષના દાદી સુભદ્રાબેનની હત્યા કરાઈ છે. તો આ સાથે બે બાળકોમાં પ્રગતિ અને ગણેશની પણ હત્યા થઈ છે. મૃતદેહો પર તીક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા હતા. કોહવાઇ ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ રખડતા ઢોર અંગેના કાયદાના વિરોધમાં માલધારી સમાજનો આજે ગાંધીનગરમાં અશ્ચર્યજનક કાર્યક્રમ, પોલીસને સાબદી કરાઈ