AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તર પૂર્વ રેલવેના ગોંડા સ્ટેશન પર નોન ઇન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનથી દોડતી કેટલીક ટ્રેનોને થશે અસર

ઉત્તર પૂર્વ રેલ્વેના ગોંડા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ માટે નોન - ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ અને શોર્ટ ટર્મિનેટ રહેશે.

ઉત્તર પૂર્વ રેલવેના ગોંડા સ્ટેશન પર નોન ઇન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનથી દોડતી કેટલીક ટ્રેનોને થશે અસર
Symbolic image
Darshal Raval
| Edited By: | Updated on: May 18, 2022 | 11:04 PM
Share

Ahmedabad: ઉત્તર પૂર્વ રેલવેના ગોંડા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ માટે નોન – ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ (Cancel trains) અને શોર્ટ ટર્મિનેટ રહેશે. આ તમામ વિગતો નીચે આપવામાં આવી છે.

રદ કરાયેલી ટ્રેનો (Canceled trains)

1. 27 મી મે અને 3જી જૂન 2022 ના રોજ ટ્રેન નંબર 09451 ગાંધીધામ – ભાગલપુર સ્પેશિયલ 2. 30 મી મે અને 6ઠ્ઠી જૂન 2022 ના રોજ ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ 3. 2 જી જૂન 2022 ના રોજ ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ 4. 4 જૂન 2022 ના રોજ ટ્રેન નંબર 15270 અમદાવાદ- મુઝફ્ફરપુર એક્સપ્રેસ

શોર્ટ ટર્મિનેટ / ડાઇવર્ટ ટ્રેન (Divert train)

1. તારીખ 21, 26, 28 મે, 2 જૂન અને 4 જૂન 2022ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ વાયા એશબાગ થઈને દોડશે અને ગોમતી નગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. 2. તારીખ 23, 28, 30 મે 2022, 4 અને 6 જૂન, 2022ના રોજ ગોરખપુર થી દોડતી ટ્રેન નંબર 19410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ગોમતી નગરથી ઉપડશે.

ટ્રેનના સંચાલનના સમય, વિરામ  અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

જ્યારે 21 મે 2021ની અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન રદ (Train canceled) રહેશે. સાઉથ ઈસ્ટર્ન રેલવેના ખડકપુર સ્ટેશન પર ત્રીજી લાઈનના જોડાણને લઈને ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો આ મુજબ છે.

1. ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ 21મી મે 2022ના રોજ રદ રહેશે. 2. ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન 22મી મે 2022ના રોજ રદ રહેશે.

g clip-path="url(#clip0_868_265)">