વાહન, મોબાઈલ જેવી નાની ચોરીઓની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવો નહીં પડે, ઘરે બેઠાં નોંધાવી શકાશે e-FIR

રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વાહન પોલીસ ફરિયાદ કરવા માતે સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન પર નવી સુવિધા શરૂ કરી છે.

વાહન, મોબાઈલ જેવી નાની ચોરીઓની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવો નહીં પડે, ઘરે બેઠાં નોંધાવી શકાશે e-FIR
Symbolic image
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 04, 2022 | 3:01 PM

જો તમારું વાહન કે મોબાઈલ ચોરી થયા છે અને પોલીસ (Police) ફરિયાદ નથી લેતી કે નાણાં માંગે છે તો તે હવે નહિ ચાલે. કેમ કે રાજ્ય પોલીસ વિભાગ (Police Department)  દ્વારા ઓનલાઈન ફરિયાદ (Online FIR) સુવિધા શરૂ કરાઈ છે. જેમાં ફરિયાદી જાતે ફરિયાદ કરી શકશે અને નક્કી કલાકમાં ફરિયાદ (FIR) નો નિકાલ નહિ આવે તો સંબંધિત અધિકારી સામે કાર્યવાહી પણ થશે. અને જો ફરિયાદી એ ખોટી ફરિયાદ કરી તો તેઓની પણ ખેર નથી.

જી હાં. હવે લોકોએ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે ધક્કા ખાવા નહિ પડે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે. કેમ કે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વાહન પોલીસ ફરિયાદ કરવા માતે સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન પર નવી સુવિધા શરૂ કરી છે. જે છે e-fir. જેના મારફતે લોકો ઘરે બેઠા ઓનલાઇન પોલીસ ફરિયાદ કરી શકશે. હાલ આ સુવિધા વાહન અને મોબાઇલ ચોરીને લઈ કરાઈ છે. આ સુવિધા શરૂ કરવા પાછળ અત્યાર સુધી લોકોને પોલીસ ફરિયાદ કરવામાં હાલાકી પડતી હતી. તેમજ ક્યાંક નાણાં લેવાઇ રહ્યા છે તેવા પણ આક્ષેપ ઉઠતા હતા. આ આક્ષેપો ડામવા અને લોકો ને સુવિધા આપવા પોલીસ વિભાગ દવારા ઓનલાઇન સુવિધા શરૂ કરાઇ છે. જેના મારફતે લોકો ઓનલાઇન ફરિયાદ કરી શકશે.

જો નક્કી કરેલ સમયમાં ફરિયાદ નિકાલ નહિ થાય તો જવાબદાર અધિકારી સામે ભરાશે પગલાં.

e-fir સુવિધાનો લાભ લેવા ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર જવાનું રહેશે. જેમાં ગયા બાદ પહેલા પોર્ટલ પર ફરિયાદી એ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે બાદ ફરિયાદી e fir સુવિધાનો લાભ લઇ શકશે. જે કર્યા બાદ e અરજી પર જતા રજીસ્ટર કરાવેલ વિગત બતાવશે. જે વિગત નીચે ટાઈપમાં એપ્લિકેશન ઇન્ફોર્મેશન અને સાયબર ક્રાઈમ માંથી એક ઓપશ સિલેક્ટ કરવાનું અને બાદમાં શહેર અને પોલીસ સ્ટેશન પસંદ કરવાનું અને બાદમાં ઘટના બન્યાની તારીખ અને ઘટનાને લાગતી વિગત લખવાની રહેશે અને બાદમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ કરવાનું રહેશે. અને તે કર્યા બાદ અરજી ફાઇલ થઈ જશે અને તે અરજી કર્યાના 48 કલાકમાં પોર્ટલ વિભાગ માંથી જરૂરી વેરિફિકેશન કરી ફરિયાદ આગળ વધારવામાં આવશે અને ડોક્યુમેન્ટમાં અભાવ હશે તે અરજી કેન્સલ થશે. જેથી કોઈ ખોટી ફરિયાદ ન થાય. અને જે ફરિયાદ કરી હોય તેના પર 48 કલાકમાં રિસ્પોન્સ કરવાનો રહેશે અને તેના 24 કલાક બાદ ફરિયાદ નિકાલ કરવાનો રહેશે. તો પાંચ દિવસ સુધી કઈ નહિ થાય તો એફઆઈઆરનો રનિંગ નમ્બર જાહેર કરાશે. અને જો પાંચ દિવસમાં ફરિયાદ નિકાલ નહિ થાય તો ઉચ્ચ અધિકારીને તેની જાણ કરાશે અને એસીપી અને તે બાદ ડીસીપી લેવલના અધિકારીએ મામલો પહોંચશે. અને તેમ છતાં કોઈ પણ નિકાલ નહિ આવે તો જવાબદાર અધિકારી સામે પગલાં પણ ભરાઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

પીઆઈથી લઈને ડીસીપી લેવલના અધિકારી સુધી તાલીમ પણ આપવામાં આવી

3 જૂને રાજ્યના ગૃહ મંત્રીએ આ સંદર્ભે ઠરાવ કર્યો છે. તેમજ રાજ્યના પીઆઈથી લઈને ડીસીપી લેવલના અધિકારી સુધી તાલીમ પણ આપવામાં આવી છે. તેમજ લોકોને e ફરિયાદ કરવા પોલીસ જાગૃત કરશે. જેથી પોલીસ પર ફરિયાદ ન કરવાના કે નાણાં લેવાના આક્ષેપ હતા તે દૂર કરી પોલીસની છબી સુધારી શકાય. પોલીસ વિભાગનું એ પણ માનવું છે કે ગામડે 10 કે 20 કિમિ દૂર જઈને લોકોએ ફરિયાદ કરવી પડતી હતી તે સમસ્યા દૂર થશે. જોકે જે લોકો ઓનલાઇન સુવિધા નથી જાણતા તેવા લોકોની ઓફલાઇન પણ ફરિયાદ લેવાશે જેથી લોકોને ઓનલાઇન સાથે ઓફલાઇન સુવિધા પણ મળી રહે. અને ફરિયાદનો જલ્દી નિકાલ કરી લોકોને ન્યાય અપાવી શકાય.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">