AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈડીઆઈઆઈમાં રાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિકતા દિવસની કરવામાં આવી ઉજવણી

આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના કાર્યક્રમમાં નવીનતા, વ્યવહારિકતા અને ટેકનિકલ ક્ષમતાના માપદંડો પર અમદાવાદની ત્રણ શાળાઓના વિચારોની પસંદગી થઈ હતી. આ વિચારોને બેસ્ટ બિઝનેસ આઈડિયાનો એવોર્ડ એનાયત થયો હતો.

ઈડીઆઈઆઈમાં રાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિકતા દિવસની કરવામાં આવી ઉજવણી
EDII
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 5:25 PM
Share

અમદાવાદ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના (ઈડીઆઈઆઈ) કેમ્પસમાં 9 નવેમ્બર, 2022ના રોજ રાષ્ટ્રીય ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ અને યુવાન ઉદ્યોગસાહસિકો સારી એવી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમનો વિષય હતો – શાળાના વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા. દેશના ભવિષ્ય સમાન બાળકોના મનમાં ઉદ્યોગસાહસિકતાના બીજ રોપવા માટે આ વિષય નક્કી કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ કાર્યક્રમની યોજનાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ વચ્ચે નવીનતા અને ઉદ્યોગસાહસિકતા ખીલવવાનો હતો. કાર્યક્રમમાં પ્રેરક સંબોધન ઉપરાંત વિદ્યાર્થીઓની અંદર રહેલી ઉદ્યોગસાહસિકતાની સંભાવનાનું મૂલ્યાંકન કરવા કે ચકાસવા સાયકોમેટ્રિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રાફ્ટ્સ એન્ડ ડિઝાઈનના ડાયરેક્ટર પ્રોફેસર (ડો.) તુલિકા ગુપ્તા હતા. આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર નાપબુક્સના ડાયરેક્ટર અને સહ-સ્થાપક અભિષેક જૈન હતા. અભિષક જૈનનું સ્ટાર્ટઅપ ગુજરાતમાં એકમાત્ર સ્ટાર્ટઅપ છે, જેનું આઈપીઓમાં લિસ્ટિંગ થશે. તેમના સ્ટાર્ટઅપનું ઈન્ક્યુબેશન ઈડીઆઈઆઈના ઇન્ક્યુબેટર ક્રેડલમાં થયું છે. આ કાર્યક્રમમાં વ્યવહારિક વ્યવસાયિક વિચારોની પસંદગીથી લઈને અમદાવાદની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પાસેથી એન્ટ્રી મંગાવવાની મુખ્ય કામગીરી થઈ હતી.

આ કાર્યક્રમમાં નવીનતા, વ્યવહારિકતા અને ટેકનિકલ ક્ષમતાના માપદંડો પર અમદાવાદની ત્રણ શાળાઓના વિચારોની પસંદગી થઈ હતી. આ વિચારોને બેસ્ટ બિઝનેસ આઈડિયાનો એવોર્ડ એનાયત થયો હતો. આ ત્રણ શાળાઓ હતી – દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ; દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગર અને શ્રી નારાયણ સેન્ટ્રલ સ્કૂલ.

આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના આશરે 400 વિદ્યાર્થીઓ થયા સામેલ

આ કાર્યક્રમને સંબોધન કરતાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રાફ્ટ્સ એન્ડ ડિઝાઈન, જયપુરના ડાયરેક્ટર (ડો.) તુલિકા ગુપ્તાએ કહ્યું હતું કે, “ભારત કળા, કૌશલ્ય, સક્ષમતા અને ઉદ્યોગસાહસિકતા તરફ વધારે ઝુકાવ ધરાવતી ભૂમિ છે. આપણે ઉદ્યોગસાહસિકતાની માનસિકતા ધરાવતા લોકોને માર્ગ દર્શાવવાની જરૂર છે, જે માટે ઉદ્યોગસાહસિકતાનું શિક્ષણ મહત્વપૂર્ણ બની જાય છે. હું યુવાનોને તેમની આસપાસ સમસ્યાઓનું સમાધાન કરવા ઉદ્યોગસાહસિકતાનો અભિગમ પ્રદર્શિત કરવા પ્રોત્સાહન આપું છું.

જ્યારે સારાં વિચારોને પોષણ આપવાની, યુવાનોને તાલીમ આપવાની અને તેમને મદદ કરી ટેકો આપીને સફળ નવા ઉદ્યોગસાહસિકો બનાવવાની વાત આવે છે, ત્યારે ઈડીઆઈઆઈ પ્રશંસનીય કામગીરી કરી રહી છે, જે માટે હું આ સંસ્થાના પ્રયાસોને બિરદાવું છું. મને ઈડીઆઈઆઈ સાથે જોડાણ કરવાની ખુશી છે, જેથી મારી સંસ્થાના વિદ્યાર્થીઓને જરૂરી તાલીમ મળશે.”

આ કાર્યક્રમને સંબોધન કરતા ઈડીઆઈઆઈના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, “અત્યારે યુવાનો નવા વિચારોથી વાકેફ છે અને ઘણી વાર આ પ્રકારના વિચારો ધરાવે છે. તેમને થોડું માર્ગદર્શન અને દિશાદર્શન આપવાથી તેમને ઉદ્યોગસાહસિકતાના મૂલ્યો અને સક્ષમતાથી વાકેફ કરી શકાય છે, જે તેમને ઉદ્યોગસાહસિકતા અપનાવવા જરૂરી અભિગમ કેળવવા પ્રેરિત કરી શકે છે. ઈડીઆઈઆઈને નવા ઉદ્યોગસાહસનું સર્જન કરવાના અને મેનેજમેન્ટ કરવાના માર્ગે અગ્રેસર કરવા મદદરૂપ થવા ઉચિત કુશળતાઓ સાથે સજ્જ કરીને સંભવિત ઉદ્યોગસાહસિકતા પ્રદાન કરીને દેશના સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાના કલ્ચરને વેગ આપવા એનો ભાગ બનવાની ખુશી છે.”

નાપબુક્સ લિમિટેડના ડાયરેક્ટર અને સહ-સ્થાપક અભિષેક જૈને તેમના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અને અત્યારે જે સ્થિતિમાં જે એ માટે પર્યાપ્ત ટેકો આપવા બદલ ઈડીઆઇઆઈનો આભાર માન્યો હતો. જૈને તેમની ઉદ્યોગસાહસિકતા અને તેમણે ઝીલેલા પડકારો તથા તેમણે પ્રાપ્ત કરેલા સમાધાનોની સફરને યાદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે તેમને ઘણી વાર ઉદ્યોગસાહસિકતા પડતી મૂકવાનો વિચાર આવ્યો હતો પણ તેમણે દ્રઢતા જાળવી રાખી હતી અને છેવટે તેના સુખદ પરિણામો મળ્યાં હતાં. જ્યારે તેમની સફર વિદ્યાર્થીઓ માટે ખંત અને ધૈર્યને કેળવવાની સલાહ આપે છે, ત્યારે સાથે સાથે વિદ્યાર્થીઓને તેમનાં પોતાના પ્રશ્રોનો જવાબ આપે છે.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતાના વિવિધ પાસાંનો પરિચય કરાવવામાં આવ્યો હતો. શિક્ષાવિદો સાથે ખુલ્લી ચર્ચામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઉદ્યોગસાહસિકતાને વ્યાપક રીતે વેગ આપવા પર્યાપ્ત જરૂરિયાતો અને તેનો અમલ કરવા વિશે વિશદ ચર્ચા થઈ હતી.

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">