Ahmedabad: શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ

|

Aug 16, 2022 | 2:53 PM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો (રોગચાળો ) વકર્યો છે. રોગચાળો ડામવામાં AMCનું આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. રોગચાળો બેકાબૂ છતાં સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે.

Ahmedabad: શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ
રાજકોટમાં રોગચાળો વકર્યો

Follow us on

ગુજરાતમાં (Gujarat) એક તરફ કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. તો બીજી બાજુ વાયરલ ફીવરના (Viral Fever) પગલે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad)  ચોમાસાનો સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે હવે રોગચાળો પણ વકર્યો છે. અમદાવાદમાં વરસાદ સાથે હવે  પ્રદૂષિત પાણીની વધેલી ફરિયાદોની સાથે પાણીજન્ય રોગના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો અમદાવાદમાં ચોમાસામાં વાયરલ ઈન્ફેકશનના કેસ પણ વધ્યા છે. ખાનગી અને સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે.

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. રોગચાળો ડામવામાં AMCનું આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. રોગચાળો બેકાબૂ છતાં સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. હાલમાં ખાસ કરીને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં ઝડપથી વધારો થયો છે. જેમાં સૌથી વધુ બાળકો અને વૃદ્ધ દર્દીઓ વધારે છે. સિવિલ હોસ્પિટલનો 70 ટકા સ્ટાફ પણ ચાલુ સિઝનમાં વાયરલ ઈન્ફેક્શનનો શિકાર થઈ ચૂક્યો છે. સિવિલ હોસ્પિટલના એક બબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજીતરફ સોલા સિવિલ હોસ્પિટલમાં ફક્ત 15 દિવસમાં જ વાયરલ ઈન્ફેક્શનના 2 હજાર 900 કેસ નોંધાયા છે. જેમાં ડેન્ગ્યુના 21, મલેરિયાના 10, ટાઈફોઈડના 5 અને સ્વાઈન ફ્લુના 12 કેસનો સમાવેશ થાય છે. સોલા સિવિલમાં ગઈકાલે રાત્રે બે નવા સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા હતા. લોકો ટેસ્ટ ના કરાવતા હોવાથી હજુ પણ કેસ વધુ હોવાની શક્યતા સેવાઈ રહી છે.

સ્વાઇન ફલૂના કેસ પણ વધ્યા

હાલ વરસાદી સિઝનને કારણે અમદાવાદમાં રોગચાળો માથું ઉચકી રહ્યો છે. એક તરફ સ્વાઈન ફ્લૂ બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. અમદાવાદમાં કોરોના અને અન્ય રોગચાળા સાથે સ્વાઈન ફલૂએ ફરી કેર વર્તાવ્યો છે. ઓગસ્ટ માસના 9 દિવસમાં સ્વાઈન ફલૂના 171 કેસ નોંધાયા છે..શહેરના પાલડી, નવરંગપુરા, બોડકદેવ અને જોધપુર વોર્ડમાં કેસ નોંધાયા છે. વિવિધ ખાનગી હોસ્પિટલોમાં 90થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સ્વાઈન ફલૂના કહેરના પગલે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં 15 દિવસ પહેલા સ્વાઈન ફલૂથી બે લોકોના મોત થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યાનો અંત નહીં

અમદાવાદના અનેક વિસ્તારોમાં દુષિત પાણીની ફરિયાદોનો કોઈ જ નિકાલ લાવવામાં નથી આવ્યો. જેથી લોકો દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે. આ કારણથી જે તે વિસ્તારના લોકો પાણીજન્ય વિવિધ બિમારીઓનો ભોગ બની રહયા છે. ઓગસ્ટ મહિનાના છ દિવસમાં બેકટેરીયોલોજીકલ તપાસ માટે પાણીનાં કુલ ૩૧૬ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Published On - 2:23 pm, Tue, 16 August 22

Next Article