ગુજરાતમાં LRD ની 10,459 જગ્યા માટે સવા લાખ અરજી, 09 નવેમ્બર સુધી અરજી કરી શકાશે

ગુજરાતમાં એલ.આર.ડી. ભરતીમાં બિન હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 જગ્યા માટે ભરતી થશે. જ્યારે હથિયારધારી કોન્સ્ટેબલની 797 જગ્યા,SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યા પર ભરતી કરવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 8:00 PM

ગુજરાતમાં(Gujarat) લોક રક્ષક દળની(LRD)ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરવામાં આવી રહી છે. જેમાં લોકરક્ષક દળ ભરતી મામલેએ.ડી.જી.પી. હસમુખ પટેલે જણાવ્યું હતું કે એલ.આર.ડી.ની 10,459 જગ્યા માટે ભરતી(Recruitment)જાહેર કરવામાં આવી છે. તેમજ ભરતી પ્રક્રિયામાં 9 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

તેમણે કહ્યું હતું કે 25 ઓક્ટોબર સુધીમાં સવા લાખ અરજીઓ આવી છે. જેમાં બિન હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 જગ્યા માટે ભરતી થશે. જ્યારે હથિયારધારી કોન્સ્ટેબલની 797 જગ્યા,SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જયારે SRPસિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે 1,983 જગ્યા અનામત રાખવામાં આવી છે.

લોકરક્ષક દળની ભરતી દસ્તાવેજ ચકાસણી સમયે કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. જેમાં ધોરણ 10 અને 12 માં કોમ્પ્યુટર વિષય સાથે પરિક્ષા પાસ કરી હશે તેને સર્ટિફિકેટની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકરક્ષક દળમાં ભરતીની મોટી જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત પોલીસ દળમા લોકરાક્ષક કેડરની હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ, કોન્સ્ટેબલ વર્ગ-૩ સંવર્ગની કુલ 10,459 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.

આ માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.. લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું  કે રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળની મળીને 27,847 જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી 100 દિવસમાં કરાશે.

આ ભરતીથી શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહેશે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ મોટી ભરતીથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોને પણ વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે.

આ પણ વાંચો : વલસાડ : સોશિયલ મીડિયાનો ક્રેઝ ભારે પડી શકે છે, સોશિયલ મીડિયા થકી મહિલાને બ્લેક મેલ કરતો શખ્સ ઝડપાયો

આ પણ વાંચો :વડોદરાને ભિક્ષુક મુક્ત બનાવવા કવાયત હાથ ધરાઇ, અનેક યોજનાઓ અમલમાં મુકાશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">