AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : રેલ મંત્રાલયે ગાંધીનગર, કલોલ તેમજ ખોડિયાર સેક્શનમાં ત્રણ ઓવરબ્રિજ બનાવવાની આપી મંજૂરી

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ 3 ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પરિયોજનાથી માત્ર રેલવેને જ નહીં પણ માર્ગ વાહનવ્યવહાર પણ વધારે સારો અને સુરક્ષિત બનશે. વળી તેનાથી સ્થાનિક લોકોને પણ આવવા-જવાની સારી સુવિધા મળી રહેશે. મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ આ પ્રોજેક્ટનું મહત્ત્વ જણાવતાં કહ્યું કે આ રોડ ઓવર બ્રિજ બનવાથી લોકોને સારી રીતે આવવા-જવાની સુવિધા મળશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે.

Ahmedabad : રેલ મંત્રાલયે ગાંધીનગર, કલોલ તેમજ ખોડિયાર સેક્શનમાં ત્રણ ઓવરબ્રિજ બનાવવાની આપી મંજૂરી
railway over ridge
Darshal Raval
| Edited By: | Updated on: Sep 14, 2023 | 5:50 PM
Share

Ahmedabad : રેલ મંત્રાલયે બહુપ્રતિક્ષિત ત્રણ રેલવે ઓવરબ્રિજને (Railway Over bridge) અમ્બ્રેલા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ લગભગ 340 કરોડના ખર્ચે કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 11, ખોડિયાર-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 13 અને કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 9 પર ત્રણ રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે.

આ પણ વાંચો Railway News : રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે પશ્ચિમ અને મધ્ય રેલવેના અધિકારીઓ સાથે કરી બેઠક, ગુજરાત અને મહારાષ્ટ્રને લગતા રેલવે સંબંધિત મુદ્દા પર થઇ ચર્ચા

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ 3 ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પરિયોજનાથી માત્ર રેલવેને જ નહીં પણ માર્ગ વાહનવ્યવહાર પણ વધારે સારો અને સુરક્ષિત બનશે. વળી તેનાથી સ્થાનિક લોકોને પણ આવવા-જવાની સારી સુવિધા મળી રહેશે. મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ આ પ્રોજેક્ટનું મહત્ત્વ જણાવતાં કહ્યું કે આ રોડ ઓવર બ્રિજ બનવાથી લોકોને સારી રીતે આવવા-જવાની સુવિધા મળશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે.

આ પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓ

1. કલોલ-ગાંધીનગર સેક્શન : આ સેક્શનમાં કોલવડા-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 11 પર લગભગ 101 કરોડ રૂપિયાના ખર્ચે ચાર લેન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. તેથી ગાંધીનગર સિટી, કલોલ, વાવોલ, જીઆઇડીસી વિસ્તાર, પેથાપુર ગામ વગેરેને લાભ થશે.

2. ખોડિયાર-ગાંધીનગર સેક્શન : ખોડિયાર-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 13 પર લગભગ 120 કરોડ રૂપિયાના ખર્ચે ચાર લાઇન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. ગાંધીનગર સિટી, પેથાપુર ગામ તેમજ રાંધેજાની સમાન્ય જનતાને આનો લાભ મળશે.

3. કલોલ-ગાંધીનગર સેક્શન : કોલવડા-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 9 પર લગભગ 120 કરોડ રૂપિયાા ખર્ચે ફોર લાઇન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. વાવોલ, ઉવારસદ, અડાલજ, ગાંધીનગર સિટી, સેરથા તેમજ ઝુંડાલના લોકોને આનો લાભ મળશે.

રેલ મંત્રાલયના આ પગલાંથી રેલ વાહનવ્યવહારની વધારે સારી સેવાઓ પ્રદાન કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. અને તે સાથે યાત્રીઓને પણ સુખમય સફરનો અનુભવ કરવા મળે તે માટે મદદ કરી રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે અને અમદાવાદ મંડળના લોકો માટે એક મોટી વાહનવ્યવહારની સુવિધા પ્રત્યેનું મહત્ત્વપૂર્ણ પગલું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">