Metro Train: 30 સપ્ટેમ્બરે પાંચમા નોરતે PM મોદી મેટ્રો ટ્રેન સેવાને આપી શકે છે લીલી ઝંડી, મેટ્રો રેલ વિભાગ દ્વારા શરૂ કરાઈ તૈયારી

|

Sep 19, 2022 | 4:34 PM

Metro Train: PM મોદી 30મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આ દરમિયાન મેટ્રોનો ફેઝ-1 સંપૂર્ણ શરૂ થવાની શક્યતા છે. પીએમ મોદી મેટ્રોના ફેઝ-1ને લીલી ઝંડી આપી શકે છે. જો કે મેટ્રો વિભાગને PMO તરફથી હજુ સુધી કોઈ કન્ફર્મેશન મળ્યુ નથી.

અમદાવાદ (Ahmedabad)ના શહેરીજનો જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડીનો હવે અંત આવતો દેખાઈ રહ્યો છે. કારણ કે અમદાવાદ શહેરમાં હવે ગણતરીના દિવસોમાં જ મેટ્રો ટ્રેન (Metro Train) સેવા સંપૂર્ણપણે શરૂ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જે શક્યતાઓને જોતા મેટ્રો ટ્રેન વિભાગ તેમજ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ મેટ્રો રૂટ ઉપર ટ્રેનનું નિરીક્ષણ તેમજ ટ્રાયલ પર સતત કરાઈ રહ્યુ છે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન PM મોદી 30 સપ્ટેમ્બરે હેલ્મેટ સર્કલ પાસેથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

જે શક્યતાઓને જોતા મેટ્રો ટ્રેન વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જોકે PMO દ્વારા હજુ સુધી મેટ્રો વિભાગને આ બાબતે કોઈપણ પ્રકારનું કન્ફર્મેશન આપવામાં નથી આવ્યું. પરંતુ શક્યતાઓને ધ્યાન રાખીને કાર્યક્રમમાં કોઈ ચૂક ના રહી જાય તેને જોતા મેટ્રો ટ્રેન વિભાગે આ તૈયારીઓ શરૂ કરી છે.

મેટ્રો રેલ સેવાને પાંચમાં નોરતે PM આપી શકે છે લીલી ઝંડી

30 સપ્ટેમ્બરે એટલે કે નવરાત્રિના પાંચમા નોરતે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેઝ એકના મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપે તો અમદાવાદ શહેરમાં 40 km ના ફેઝ એકના સંપૂર્ણ રૂટ ઉપર મેટ્રો ટ્રેન સેવા લોકોને મળી રહેશે. જે ૪૦ કિલોમીટર રૂટમાં ઉત્તર દક્ષિણ કોરિડોરમાં વાસણા એપીએમસી થી મોટેરા સુધી અંદાજે 19 km રૂટ જ્યારે પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં વસ્ત્રાલ ગામ થી થલતેજ ગામ સુધી અંદાજે 21 કિલોમીટરના રૂટમાં મેટ્રો ટ્રેન સંપૂર્ણપણે દોડતી થશે. આ બંને રૂટ ઉપર કુલ 32 સ્ટેશનો આવેલા છે કે જ્યાંથી શહેરીજનો મેટ્રો ટ્રેન સેવાનો લાભ લઈ શકશે. જેમાં વાસણા APMCથી મોટેરા સુધી અંદાજે 15 સ્ટેશન જ્યારે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી અંદાજે 17 સ્ટેશનનો સમાવેશ થાય છે. જે તમામ સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા તેમજ અન્ય બાબતોને ધ્યાને રાખીને સુવિધાઓ ઉભી કરાઈ છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

ફેજ એકમાં સંપૂર્ણ રોડ ઉપર મેટ્રો ટ્રેન શરૂ થતા ની સાથે અમદાવાદ શહેરમાં એક નવું નજરાનું પણ ઉભું થશે કારણકે ફેજ એકના 40 કિલોમીટર રૂટમાં પૂર્વ અને પશ્ચિમ કોરિડોરની અંદર કાલુપુર થી લઈને શાહપુર સુધી 6.30 અંડર ટર્નલ રૂટ બનાવાયો છે. જ્યારે સાબરમતી નદી ઉપરથી પણ આ મેટ્રો ટ્રેન પસાર થવાની છે. જેના કારણે જમીનની ઉપર અને જમીનની અંદર આ મેટ્રો ટ્રેન દોડતી થતા એક આહલાદક અનુભવનો આનંદ લોકો માણી શકશે.

 

Next Article