Monsoon 2022: ગુજરાતમાં ચોમાસા માટે જોવી પડશે રાહ, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે

|

May 30, 2022 | 3:24 PM

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા જણાવવામાં આવ્યુ છે કે પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી હાલના સમયમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી મોટાપાયે નહિ જોવા મળે. કેરળમાં ચોમાસાનું (Monsoon) આગમન થયું છે પરંતુ કર્ણાટક સુધી પહોંચતા ચાર દિવસ થશે.

Monsoon 2022: ગુજરાતમાં ચોમાસા માટે જોવી પડશે રાહ, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે
Symbolic Image

Follow us on

ઉનાળાની (Summer) કાળઝાળ ગરમી (Heat) અને ઉકળાટને કારણે ગુજરાતવાસીઓ પરેશાન થઈ ગયા છે અને ચોમાસુ (Monsoon) જલ્દી આવે તેની રાહ જોઇ રહ્યા છે. જો કે ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી હમણા રાહત નહીં મળે.  હવામાન વિભાગે ગરમી અને વરસાદને (Rain) લઈને મહત્વની આગાહી કરી છે. વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ ગુજરાતમાં વરસાદ નહીં પડી શકે. હાલ ગુજરાતમાં કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી.

આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે

હવામાન વિભાગ  દ્વારા જણાવવામાં આવ્યુ છે કે પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી હાલના સમયમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી મોટાપાયે નહીં જોવા મળે. કેરળમાં ચોમાસાનું આગમન થયું છે, પરંતુ કર્ણાટક સુધી પહોંચતા ચાર દિવસ થશે. બીજી તરફ ગરમીને લઈ હવામાન વિભાગે કહ્યું આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને 1 જૂનથી તાપમાનમાં સામાન્ય 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ આગામી 2 દિવસ તાપમાન કોઈ મોટો ફરક નહીં. હાલ અમદાવાદમાં યલો એલર્ટ રહેશે. પવનની દિશા અને સૂકા અને ભેજ વાળા પવનને કારણે તાપમાનમાં વધારો થશે.

કેરળને લઈને હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ગરમીની આગાહી સાથે વરસાદને લઈને પણ આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસા મામલે હવામાન વિભાગે સત્તાવાર નિવેદન આપ્યુ છે કે કેરળમાં ચોમાસાનું આગમન થયું છે. આ ચોમાસુ કેરળથી કર્ણાટક સુધી પહોંચતા 4 દિવસ થશે અને બાદમાં કર્ણાટક બાદ મહારાષ્ટ્ર સુધી પહોંચે તે બાદ ગુજરાત અંગેની માહિતી આપવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય નહીં

હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે હાલ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે તો હાલ ગુજરાતમાં કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી. હાલ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ મોટાપાયે જોવા નહીં મળે. જોકે રવિવારે રાજ્યમાં 41 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગે હજુ તાપમાન યથાવત રહેવા અને બે દિવસ બાદ વધારો થવાની આગાહી કરી છે. જેને લઈને અમદાવાદમાં હાલ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો લોકોને પણ ગરમીથી સુરક્ષિત રહેવા સૂચન કરાયુ છે. એક તરફ ઉનાળો આકરો બની ગયો છે. વરસાદ પણ હમણા આવવાની આશા નથી, ત્યારે લોકોને પાણીની કટોકટી ભોગવવી પડી રહી છે. લોકો વરસાદ વહેલી તકે પડે તેની રાહ જોઇ રહ્યા છે.

Published On - 3:21 pm, Mon, 30 May 22

Next Article