મહેસાણા-પાટણ સ્પેશિયલ ટ્રેનને ભીલડી સુધી લંબાવાઈ, વાંચો ટ્રેન ક્યારે ઉપડશે અને કેટલા વાગે પહોંચશે

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાધનપુર ધારાસભ્ય લવિંગજી મૂળજી ઠાકોરની હાજરીમાં પાટણ સ્ટેશનથી મહેસાણા-પાટણ નવી લંબાવેલી સ્પેશિયલ ટ્રેનનો લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો.

મહેસાણા-પાટણ સ્પેશિયલ ટ્રેનને ભીલડી સુધી લંબાવાઈ, વાંચો ટ્રેન ક્યારે ઉપડશે અને કેટલા વાગે પહોંચશે
| Edited By: | Updated on: May 03, 2023 | 3:49 PM

મહેસાણા-પાટણ સ્પેશિયલ ટ્રેનને હવે ભીલડી સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે નવી લંબાવેલી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન સંકેત બતાવીને શુભારંભ કરાવ્યો છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાધનપુર ધારાસભ્ય લવિંગજી મૂળજી ઠાકોરની હાજરીમાં પાટણ સ્ટેશનથી મહેસાણા-પાટણ નવી લંબાવેલી સ્પેશિયલ ટ્રેનનો લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર તરૂણ જૈન, સીનીયર ડિવિઝનલ કોમર્શીયલ મેનેજર પવન કુમાર સિંહ અને અન્ય રેલવે કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો-Gujarati video : રાજકોટમાં અખાદ્ય પનીરનો જથ્થો પકડાયા બાદ RMCની તવાઈ, રૈયા ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ

જાણો શું રહેશે ટ્રેનનું શિડ્યુલ

અમદાવાદના ડિવિઝનલ રેલ પ્રવક્તાના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 09481/09482 મહેસાણા પાટણ પેસેન્જર સ્પેશિયલ ટ્રેનને ભીલડી સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09481 મહેસાણા- ભીલડી સ્પેશિયલ મહેસાણાથી તેના નિર્ધારિત સમય 18:05 કલાકે ઉપડશે અને 18.58 કલાકે પાટણ પહોંચશે અને 19.00 કલાકે ઉપડશે તથા 20:30 કલાકે ભીલડી પહોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09482 ભીલડી-મહેસાણા સ્પેશિયલ ટ્રેન ભીલડીથી 06:10 કલાકે ઉપડીને 07:28 કલાકે પાટણ પહોંચીને 07:30 કલાકે ઉપડશે તથા 08.25 કલાકે મહેસાણા પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ધિણોજ, સેલાવી, રણુંજ, સંખારી, પાટણ, ખલીપુર, કાંસા, વાયડ અને સિહોર સ્ટેશનો પર રોકાશે. જેનાથી મુસાફરોને સીધો લાભ થશે. જે સુવિધા મુસાફરોને ધ્યાને રાખી કરાઈ હોવાનું પણ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.

Rajkot : જેતપુરમાં PGVCLની બેદરકારીએ પોસ્ટઓફિસનું કામ ઠપ્પ, કમોસમી વરસાદથી વીજ પ્રવાહ વધતા ઉપકરણો બળીને ખાખ, જુઓ Video

ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

બીજી તરફ ઉત્તર રેલવેના વારાણસી સ્ટેશન યાર્ડના રિમોડેલિંગ કામ માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર- વારાણસી-ગાંધીનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 22468 ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ (દર ગુરુવારે) 04 મે 2023 થી 25 મે 2023 સુધી કુલ 04 ટ્રિપ્સ રદ રહેશે.
  •  ટ્રેન નંબર 22467 વારાણસી-ગાંધીનગર સાપ્તાહિક એક્સપ્રેસ (દર બુધવારે) 03 મે 2023 થી 23 મે 2023 સુધી કુલ 04 ટ્રિપ્સ રદ રહેશે.

ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંયોજનો સંબંધિત વિગતવાર માહિતી મુસાફરો www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…