Gujarati video : મહેસાણાના ઊંઝા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનને ટકકરે 19 વર્ષીય યુવકનું મોત

Gujarati video : મહેસાણાના ઊંઝા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનને ટકકરે 19 વર્ષીય યુવકનું મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 1:52 PM

Mehsana News : ઊંઝા હાઇવે પર કોઇ વાહનચાલક આ બાઇક ચાલક યુવકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. જે પછી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું મોત થયુ હતુ.

મહેસાણાના ઊંઝા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હાઇવે પરથી જઇ રહેલા 19 વર્ષીય બાઇક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં  ભરત ઠાકોર નામના વ્યક્તિનું મોત થયુ છે. ઊંઝા હાઇવે પર કોઇ વાહનચાલક આ બાઇક ચાલક યુવકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. જે પછી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું મોત થયુ હતુ. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-Gujarati video : ધોરણ-12નું પરિણામ જાહેર થવા અંગે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યુ ?

બીજી તરફ સુરતમાં પણ એક ગંભીર અકસ્માત બન્યો છે. સુરતના બલેશ્વર ખાતે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ટેન્કર પાછળ બે વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કર પાછળ ટ્રક અને ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">