અમદાવાદમાં ઓરીએ વધારી આરોગ્ય વિભાગની ચિંતા, અત્યાર સુધી ઓરીના 330 કેસ નોંધાયા

|

Dec 03, 2022 | 6:08 PM

અમદાવાદના (Ahmedabad) કેટલાક વિસ્તારોમાં ઓરીનો (Measles) રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. ઓરીના કેસ વધતા કોર્પોરેશને રસીકરણ અને ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે.

અમદાવાદમાં ઓરીએ વધારી આરોગ્ય વિભાગની ચિંતા, અત્યાર સુધી ઓરીના 330 કેસ નોંધાયા

Follow us on

અમદાવાદમાં ઓરીનો રોગ વકરી રહ્યો છે, જે બાળકોને શિકાર બનાવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 4 મહિનામાં ઓરીના કુલ 329 કેસ નોંધાયા છે. સામાન્ય સંજોગોમાં ઓરી ખૂબ જ ધીમી ગતીથી બાળકોમાં ફેલાય છે, પરંતુ છેલ્લા ચાર મહિનામાં જે ગતીથી બાળકો ઓરીની ઝપેટમાં આવી રહ્યા છે, તેણે બાળકોના માતા-પિતા અને આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. આ જ કારણ છે કે આરોગ્ય વિભાગે ઓરીને કાબૂમાં કરવા માટે ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી વધારી દીધી છે. જે રીતે ઓરીના કેસ વધી રહ્યા છે તેને જોતા તબીબો જણાવી રહ્યા છે કે માતા-પિતાએ અન્ય અફવાઓમાં નહીં આવીને તુરંત જ બાળકોની સારવાર શરૂ કરાવી દેવી જોઈએ.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઓરીનો રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. ઓરીના કેસ વધતા કોર્પોરેશને રસીકરણ અને ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે. છેલ્લા ચાર મહિનામાં ઓરીના સૌથી વધુ કેસ દાણીલીમડા, બહેરામપુરા અને સરસપુર વિસ્તારમાં જોવા મળ્યા છે. ઓરીને ફેલાવતો અટકાવવા 15 દિવસ બાળકને આઈસોલેટ રાખવા જરૂરી છે, જેથી ઓરીના કેસ છે તેવા વિસ્તારોમાં લોકો બાળકોને રમવા મોકલવાનું ટાળી રહ્યાં છે. કોરોના વખતે ઓરીનું રસીકરણ બંધ રહેતાં પૂર્વના કેટલાક વિસ્તારોમાં ઓરીના કેસ જોવા મળી રહ્યા છે.

કયા મહિનામાં કેટલા કેસ નોંધાયા ?

ઓગસ્ટમાં 25 કેસ
સપ્ટેમ્બરમાં 69 કેસ
ઓક્ટોબરમાં 108 કેસ
નવેમ્બરમાં 135 કેસ
કુલ 330 કેસ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અમદાવાદ શહેરમાં ઓરીના કેસ વધતાં ગત શુક્રવારથી કેન્દ્રના આરોગ્ય વિભાગના 3 સભ્યની ટીમ અમદાવાદ આવી છે. આરોગ્યની ટીમે ઓરીના સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા સંકલિતનગર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. કેન્દ્રની ટીમે ઓરીને કંટ્રોલ કરવા માટે શાળામાં પણ ઓરીનું રસીકરણ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવાનું સૂચન કર્યું હતુ.

શું છે ઓરીના લક્ષણો?

ઉધરસના ડ્રોપ્લેટથી ઓરી ઝડપથી ફેલાતો હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિમાં ઓરીના લક્ષણો શું છે તે જાણવું પણ જરૂરી છે. લક્ષણોની વાત કરીએ તો બાળકની ત્વચા પર લાલ ફોલ્લી થવા લાગે છે. જે ઓરીનું મુખ્ય લક્ષણ છે. આ ઉપરાંત બાળકને ભારે તાવ આવવો, વધુ પડતી ઉધરસ આવવી, આંખો લાલ થવી, ખૂબ થાકી જવું, વહેતું નાક, સૂકું ગળું, સ્નાયુઓમાં દુઃખાવો, મોઢામાં ચાંદા પડવા, આંખે ઝાંખું દેખાવું અને સ્વભાવ ચીડિયો થઈ જાય છે.

Published On - 6:08 pm, Sat, 3 December 22

Next Article