રાજ્યમાં પડેલી આકરી ગરમી માટે હવામાનની સાથે માણસ પણ એટલો જ જવાબદાર, જાણો શું છે કારણ

|

May 22, 2022 | 1:22 PM

2016 માં રાજ્યમાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે બાદ આ વર્ષે ગરમીનો પારો રાજ્યમાં 47 ડિગ્રી ઉપર નોંધાયો. જે 7 વર્ષ બાદ સૌથી વધુ તાપમાન નોંધાયું છે. 

રાજ્યમાં પડેલી આકરી ગરમી માટે હવામાનની સાથે માણસ પણ એટલો જ જવાબદાર, જાણો શું છે કારણ
Symbolic Image

Follow us on

રાજ્યમાં ગરમી (Heat) નો પારો સતત વધી રહ્યો છે. જેનાથી લોકો પરેશાન છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે વધતી જતી ગરમી પાછળ માત્ર કુદરત નહિ પણ પ્રાકૃતિક જીવન અને માનવી પણ તેટલો જ જવાબદાર છે. રાજ્યમાં આ વર્ષે લોકોને ગરમીનો ખરો અનુભવ થયો હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે કોરોનામાં બે વર્ષ ઘરમાં રહ્યા બાદ લોકો બહાર નીકળતા તેની અસર લોકોને વધુ વર્તાઈ રહી છે. તો ગરમી પણ આ વર્ષે આકરા તાપે પડી છે. કેમ કે આ વર્ષ રાજ્યમાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી નોંધાયો છે. તો રાજ્યમાં 10 થી વધુ શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. જેમાં બે દિવસથી પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થતા શુક્રવારે 42 ડિગ્રી તાપમાન રહ્યું. તો શનિવારે 41 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું. જે પણ વધુ તાપમાન રહ્યું છે. એટલું જ નહીં પણ 2016 માં રાજ્યમાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે બાદ આ વર્ષે ગરમીનો પારો રાજ્યમાં 47 ડિગ્રી ઉપર નોંધાયો. જે 7 વર્ષ બાદ સૌથી વધુ તાપમાન નોંધાયું છે.

ગરમી વધવા પાછળ ક્યાં કારણો છે જવાબદાર

એક તરફ કુદરત તો કહેર બનીને ગરમી વરસાવી રહ્યું છે. તો બીજી તરફ માનવ સર્જિત વસ્તુઓ પણ ગરમીમાં વધારો કરી રહ્યું છે. હવામાન વિભાગના અધિકારીનું કહેવું છે કે પહેલા ઘર હતું તે આઇસોલેટેડ કવર હતું એટલે કે ગ્રીનરીથી કવર હતું. એટલે ગરમી ઓછી લાગતી હતી. જોકે છેલ્લા 15 વર્ષથી બિલ્ડીંગ બની રહી છે જેના કારણે  સ્ટ્રક્ચર હિટ થાય છે એટલે વધુ ગરમી પડે છે. અને તેમાં પણ આજકાલ લોકો વધુ સમય એસીમાં રહી રહ્યા છે. દિવસ રાત એસીમાં રહીએ અને પછી ગરમીમાં જઈએ છે. થોડા સમય બહાર જઈએ તો ગરમી વધુ લાગે તેવું પણ હવામાન વિભાગના અધિકારીનું માનવું છે.

દિવસ દરમિયાન ક્યારે રહે છે વધુ તાપમાન

હવામાન વિભાગની વાત માનીએ તો દિવસ દરમિયાન જે ગરમી પડે છે તેમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી ગરમી આકરા તાપે રહે છે. અને બાદમાં ગરમી ઓછી થાય છે. જોકે બપોરે પડેલી ગરમીથી કોન્ક્રીટની ઇમારતો તપી જાય છે તેમજ કાચના સ્ટ્રક્ચરના કારણે ગરમી રીફલેક્ટ કરે છે જે પણ ગરમીમાં વધારો કરે છે. જેથી બપોરે 4 થી સાંજ 9 વાગ્યા સુધી બપોર કરતા 1 થી 2 ડિગ્રી વધુ ગરમી લાગે છે. તો અગાઉ પણ 42 ડિગ્રી તાપમાન રહેતું હતું. જોકે હવે લોકોની સહનશક્તિ ન રહેતા તેઓને વધુ ગરમી લાગી રહી છે. જેથી હવામાન વિભાગે બપોરે કામ વગર લોકોને બહાર નીકળવા પણ અપીલ કરાઈ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ગરમ પવન આવતા પણ ગરમીનો વધુ અહેસાસ થાય છે

એક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન અને કચ્છ તરફથી ગરમ પવન આવતા તાપમાન વધુ ગરમ થાય છે. જેના કારણે ગરમીનો વધુ એહસાસ થાય છે. જેમાં પણ બપોર સુધી ગરમી પડે છે. પણ ગરમ પવનના કારણે બપોર બાદ પણ તાપમાન ગરમ રહે છે.

25 મેના રોજ શરૂ થશે પ્રિ મોન્સૂન એક્ટિવિટી

એક સપ્તાહ પહેલા રાજ્યમાં 47 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. જ્યારે ઉતરી પવન એટલે કે રાજસ્થાન અને પાકિસ્તાન થી પવન આવતા હોવાથી તાપમાનમાં વધારો થયો. પણ હવે દક્ષીણ તરફથી પવન આવતા તાપમાનમાં ઘટાડો થયો. અને હવે તાપમાન 41 ડિગ્રી આસપાસ પહોંચ્યો. તો છેલ્લા બે દિવસથી શહેરમાં પવનની ગતિ વધતા ધૂળની ડમરી ઊડતી માહોલ પણ સર્જાયો. ત્યારે  હવામાન વિભાગે આગામી 25 મેં થી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. જેનાથી લોકોને ગરમી માંથી વધુ રાહત મળશે.

Published On - 1:19 pm, Sun, 22 May 22

Next Article