
અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના બે દિવસ વિત્યા બાદ પણ પરિજનોને હજુ તેમના સ્વજનોના મૃતદેહો મળ્યા નથી અને DNA મેચ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે દિલ્હીથી કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી હતી. તેમણે પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી અને તેમના પરિજનોને આશ્વાસન આપ્યું હતું.
#WATCH | Gujarat: Congress President Mallikarjun Kharge visits Ahmedabad Civil Hospital to meet those injured in the AI-171 plane crash pic.twitter.com/MwF5k5lVAD
— ANI (@ANI) June 14, 2025
આ સિવાય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાની હેઠળ ડી.કે. શિવકુમાર, પવન ખેડા, મુકુલ વાસનિક અને નાસિર હુસૈન સહિતના નેતાઓએ અહીંના પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને મળીને તેમને સહાનુભૂતિ અને આશ્વાસન આપ્યું હતું. પ્રતિનિધિ મંડળ બાદમાં ક્રેશ સાઇટ એટલે કે IGP કમ્પાઉન્ડ પર પણ પર પહોંચી ગયું અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
Published On - 8:11 pm, Sat, 14 June 25