નવા ઢોર નિયંત્રણ બિલ સામે માલધારી સમાજ રાજ્ય વ્યાપી વિરોધ કાર્યક્રમ કરશે, માલધારી સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય

|

May 08, 2022 | 1:19 PM

વિરોધને પગલે હાલ નવું બિલ મુલતવી રાખવામાં આવ્યું છે. જોકે તેમ છતાં પણ માલધારી સમાજે તેમનું આંદોલન યથાવત રાખ્યું છે. કેમ કે માલધારી સમાજની માંગ છે કે નવું બિલ રદ થવું જોઈએ. કેમ કે તે બિલ થી ગૌચર અને ગોપાલકને નુકશાન છે. 

નવા ઢોર નિયંત્રણ બિલ સામે માલધારી સમાજ રાજ્ય વ્યાપી વિરોધ કાર્યક્રમ કરશે, માલધારી સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય
Maldhari community meeting

Follow us on

તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) ના નિકોલમાં રખડતા ઢોરને કારણે કેટલાક લોકો ઘાયલ થયા આ પ્રકારની ઘટના શહેર અને રાજ્યમાં ન બને માટે કોર્ટે સરકારને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર કરી. અને સરકારે નવો ઢોર નિયંત્રણ કાયદો (cattle control bill) લાવી. જોકે તે કાયદાથી પશુ અને ગોપાલકને નુકસાન હોવાની ભીતિ સાથે માલધારું સમાજે કાયદો એડ કરવા માંગ સાથે આંદોલન શરૂ કર્યું. જે બીલના વિરોધને પગલે હાલ નવું બિલ મુલતવી રાખવામાં આવ્યું છે. જોકે તેમ છતાં પણ માલધારી સમાજે તેમનું આંદોલન યથાવત રાખ્યું છે. કેમ કે માલધારી સમાજની માંગ છે કે નવું બિલ રદ થવું જોઈએ. કેમ કે તે બિલ થી ગૌચર અને ગોપાલકને નુકશાન છે.

માલધારી મહાપંચાયત આંદોલન સમિતિની લડત જારી

રખડતા ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગને લઈ માલધારી મહાપંચાયત આંદોલન સમિતિની આજે નરોડા દહેગામ રોડ પર ઝાક ગામે બેઠક મળી. જે બેઠકમાં સમાજ ના આગેવાનો. મંદિરના ગાદીપતિ અને ધારાસભ્ય સાધુ દેસાઈ સહિત સમાજના સભ્યો હાજર રહ્યા. જેમને જ્યાં સુધી કાયદો રદ નહિ થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા ચીમકી ઉચ્ચારી છે.

નવું બિલ રદ નહિ થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે

કાર્યક્રમમાં હાજર સમિતિના પ્રવક્તા અને આગેવાન નાગજી દેસાઈનું જણાવવું હતું કે નવું બિલ રદ નહિ થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. કેમ કે નવું બિલ ઉદ્યોગપતિ અને બિલ્ડરોને ફાયદો કરાવતો કાયદો હોવાના આક્ષેપ કર્યા. તેમજ ગૌચર જમીન અને ગોપાલકને બચાવવાની માંગ સાથે તેઓએ રજુઆત કરી છતાં કઈ ન થતા આંદોલનનો રસ્તો પકડવો પડ્યો હોવાનું જણાવ્યું.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

નાના શહેરને નવા બિલમાં ન ભેળવવાની માંગ

નાગજી દેસાઈએ એ પણ જણાવ્યું કે સરકારે જ 2300 ગામમાં ગૌચર જમીન નહિ હોવાની કબૂલાત કરી હતી. જે મોટી બાબત છે. તેમજ 156 ગામ અને નાના શહેરને નવા બિલમાં ન ભેળવવાની માંગ સાથે વિરોધ કર્યો. તો વિકાસને આવકારી નવા બીલથી ગૌચર અને ગોપાલકને પડતી હાલાકી ને લઈને આંદોલન શરૂ કર્યાનું જણાવ્યું.

ધારાસભ્ય તેમજ મુખ્યમંત્રી ઘેરાવ કરશે

કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય રઘુ દેસાઈએ નિવેદન આપતા કહ્યું કે કાયદો મોફુક નહિ પરંતુ રદ થવો જોઈએ. કેમ કે કાયદો મુલતવી રાખે તો તે ફરી લાગુ થઈ શકે છે જે સમાજ ઈચ્છી નથી રહ્યો. જેથી. કાયદો રદ થવો જોઈએ અને કાયદો રદ નહિ થાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખવા પણ જણાવ્યું. જેમાં માલધારી સમાજ ધરણા. દેખાવો. રેલી. આમરણાંત ઉપવાસ અને ધારાસભ્ય તેમજ મુખ્યમંત્રી ઘેરાવ કરવા સહિત વિવિધ કાર્યક્રમો કરી પોતાનો વિરોધ નોંધાવશે. જે કાર્યક્રમો વિગત વાર જાહેર કરવાનું પણ જણાવ્યું.

સરકાર રાજનીતિ કરશે તો તેમને પરિણામ ભોગવવું પડશે

તેમજ ધારાસભ્ય રઘુ દેસાઈએ વધુમાં જણાવ્યું કે સરકારે મહાનુભાવોના પ્રવાસના કારણે આંદોલન ન કરવા વિનંતી કરી હતી જેથી અમે સરકારનું માન જાળવ્યું છે, પણ હવે  સરકાર અમારા સમાજનું માન સાચવે. કેમ અમે કૃષ્ણ વંશજ છીએ, સરકાર અમને રાજનીતિ ન શીખવાડે, રાજનીતિ અમારા લોહીમાં છે. અમારી પાઘડીમાં જેટલા આંટા હોય છે, તેટલા આંટા અમારા મગજમાં પણ હોય છે. સરકાર રાજનીતિ કરશે તો તેમને પરિણામ ભોગવવું પડશે તેવું પણ રઘુ દેસાઈએ જણાવ્યું.

ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ ( રાખવા અને હેરફેર કરવા ) બાબત વિધેયલ 2022 બિલ શુ છે.

  1. શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઈસન્સ લેવું પડશે
  2. મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવી પડશે
  3. આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા
  4. ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઇ
  5. પશુપાલકે કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાઈસન્સ મેળવવું પડશે
  6. લાઈસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાની રહેશે
  7. બિલની જોગવાઇ મુજબ પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ કરવા પર પ્રતિબંધ
  8. બિલની જોગવાઇ મુજબ જો પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ થાય તો પ્રથમવાર 10થી 50 હજાર સુધીનો દંડ
  9. બીજીવારના ગુનામાં એક મહિનાની કેદ અથવા 50 હજારથી 1 લાખ સુધીનો દંડ થશે
  10. ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હૂમલો કરવાનો પ્રયાસ, ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની સજાની જોગવાઇ કરાઇ

Published On - 1:18 pm, Sun, 8 May 22

Next Article