Breaking News : લઠ્ઠાકાંડ જેવી ઘટના બને તે પહેલા પોલીસ કાર્યવાહી, અમદાવાદ આ વિસ્તારમાં નકલી દારૂની મીની ફેક્ટરી ઝડપાઇ, જુઓ Video

અમદાવાદના ઠક્કરનગરમાં પોલીસે દારૂની એક મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ઝોન-5 LCB અને કૃષ્ણનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Breaking News : લઠ્ઠાકાંડ જેવી ઘટના બને તે પહેલા પોલીસ કાર્યવાહી, અમદાવાદ આ વિસ્તારમાં નકલી દારૂની મીની ફેક્ટરી ઝડપાઇ, જુઓ Video
| Edited By: | Updated on: Sep 28, 2026 | 1:08 PM

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. શહેર પોલીસના ઝોન-5 LCB અને કૃષ્ણનગર પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને એક મકાનમાં ચાલતી દારૂની મિની ફેક્ટરી ઝડપી પાડી છે. આ ઓપરેશન દરમિયાન ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી બુટલેગર હેમલ ઉર્ફે હેમુ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે.

દરોડા દરમિયાન મોટો ખુલાસો

પોલીસને બાતમી મળી હતી કે, ઠક્કરનગર પાસે આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં હરિઓમ સાયકલની સામે આવેલી એક ગલીના બીજા માળે ગેરકાયદેસર દારૂનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ખુલાસો થયો કે, ચાર બુટલેગરો છેલ્લા લગભગ બે મહિનાથી આ મકાન ભાડે રાખીને દારૂની આ મિની ફેક્ટરી ચલાવી રહ્યા હતા. તેમની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, તેઓ સસ્તા અને હલકી ગુણવત્તાવાળા દારૂને મોંઘી અને જાણીતી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલોમાં ભરતા હતા. ત્યારબાદ આ નકલી પ્રીમિયમ દારૂને બજારમાં ઊંચા ભાવે વેચીને ગ્રાહકોને છેતરતા હતા.

ઝડપાયેલા મુદ્દામાલમાં વિવિધ બ્રાન્ડના દારૂના સ્ટીકરો, મોટી સંખ્યામાં ખાલી દારૂની બોટલો, બોટલો ભરવા માટેના સાધનો અને તૈયાર કરાયેલો નકલી દારૂનો જથ્થો સામેલ છે. પોલીસે કુલ ₹1,40,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં પકડાયેલા આરોપી હેમલ ઉર્ફે હેમુ વાઘેલા પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ રેકેટમાં હેમલ ઉર્ફે હેમુ વાઘેલા ઉપરાંત ભરત ઉર્ફે ભરતો સોલંકી, વિજય સોલંકી અને સુનિલ સોલંકી ઉર્ફે બાવરી નામના અન્ય ત્રણ બુટલેગરો પણ સંડોવાયેલા છે. આ ત્રણેય આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસે તેમને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. આ બુટલેગરો કયા કયા વિસ્તારોમાં અને કયા કયા ગ્રાહકોને આ નકલી દારૂ સપ્લાય કરતા હતા તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

તાજેતરમાં ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ બાદ પણ રાજ્યમાં આવા ગેરકાયદેસર દારૂના વેચાણ અને ભેળસેળની પ્રવૃત્તિઓ ચાલુ રહે તે ચિંતાજનક બાબત છે. આ કાર્યવાહી દ્વારા ઝોન-5 LCB એ ગેરકાયદેસર દારૂના ધંધા પર કડક લગામ કસવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, જેથી આ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય અને આવા ગુનાઓમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને પણ કાયદાના કઠેડામાં લાવી શકાય.

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે 500 થી વધુ મુસાફરો ફસાયા, SDRF દ્વારા બચાવ કામગીરી 

Follow Us
Loading...
Unable to load recommendations.