Loksabha Election 2024 : અમદાવાદ પશ્ચિમ બેઠકની અનામત સીટ પર કોંગ્રેસે ભરત મકવાણાને ઉતાર્યા, અગાઉ રહી ચુકયા છે ધારાસભ્ય

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે અમદાવાદ પશ્વિમની અનામત સીટ પરથી ભરત મકવાણાને ટિકિટ આપી છે.

Loksabha Election 2024 : અમદાવાદ પશ્ચિમ બેઠકની અનામત સીટ પર કોંગ્રેસે ભરત મકવાણાને ઉતાર્યા, અગાઉ રહી ચુકયા છે ધારાસભ્ય
| Updated on: Mar 15, 2024 | 3:22 PM

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે અમદાવાદ પશ્વિમની અનામત સીટ પરથી ભરત મકવાણાને ટિકિટ આપી છે. ભરત મકવાણાનો મુકાબલો ભાજપના દિનેશ મકવાણા સાથે થવાનો છે.

અગાઉ રહી ચુક્યા છે ધારાસભ્ય

મકવાણા પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. તેમના પિતા યોગેન્દ્ર મકવાણા ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. તેઓ કોંગ્રેસના દિગ્ગજ અનુસૂચિત જાતિના ચહેરા તરીકે ઉભર્યા હતા.ભરત મકવાણા પણ આણંદ જિલ્લાની સોજીત્રા સીટ પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે.

મકવાણા પરિવાર મૂળ કોંગ્રેસી

ભરત મકવાણાના માતા શાંતાબેન મકવાણા પણ સોજીત્રાથી ત્રણવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતાં. શાંતાબેન માધવસિંહ સોલંકીની સરકારમાં બે વાર મંત્રી રહેલા છે.મકવાણા પરિવાર મૂળ કોંગ્રેસી પરિવાર છે.

કોણ છે ભરત મકવાણા ?

ભરત મકવાણાની ઊંમર 60 વર્ષ છે. ગેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે. તેમણે કાયદાની ડિગ્રી પણ મેળવી છે. ભરત મકવાણા બાળપણથી જ રાજકારણથી જોડાયેલા પરિવારમાં ઉછરેલા છે.જેથી તેમનામાં પણ નેતાના ગુણો પહેલાથી જ ઉભરી આવ્યા હતા અને તેઓ પણ રાજકારણમાં જોડાયા હતા.

આ પણ વાંચો- Loksabha Election 2024 : અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉતાર્યા મેદાને, જાણો કેમ આ યુવા નેતા પર કોંગ્રેસે ઉતારી પસંદગી

અમદાવાદ પશ્ચિમ બેઠક પર ખરાખરીનો જંગ

અમદાવાદ પશ્ચિમની જો વાત કરીએ તો ગત ચૂંટણીમાં કોંગ્રેસે રાજુ પરમારને ટિકિટ આપી હતી.તેમની સામે ભાજપના ડો.કિરીટ સોલંકી ચૂંટણી મેદાનમાં હતા. રાજુ પરમાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જતા રહ્યા. જો કે ચૂંટણીમાં ભાજપે અમદાવાદ પશ્ચિમ બેઠકથી દિનેશ મકવાણાને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસ ભરત મકવાણાને ટિકિટ આપી છે.

લોકસભા ચૂંટણીને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:02 pm, Fri, 15 March 24