ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેની માંગ ઉગ્ર બની, અમદાવાદ સહિત રાજયના અનેક જિલ્લાઓમાં પ્રદર્શન
અમદાવાદ શહેરમાં પણ પોલીસ ગ્રેડ-પે માટેનું આંદોલન શરૂ થયું છે.શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે મહિલાઓએ વિરોધ દર્શાવ્યો છે.. મહિલાઓએ વેલણ વડે થાળી વગાડીને વિરોધ વ્યક્ત કર્યો
ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પેને(Police Grade Pay)લઈને આંદોલન(Agitation)ઉગ્ર બની રહ્યું છે. જેમાં ગ્રેડ પેના મુદ્દે અમદાવાદના(Ahmedabad)દાણીલીમડા અને શાહીબાગ હેડક્વાર્ટરમાં પોલીસ પરિવારોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યું હતું.
અમદાવાદ શહેરમાં પણ પોલીસ ગ્રેડ-પે માટેનું આંદોલન શરૂ થયું છે.શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે મહિલાઓએ વિરોધ દર્શાવ્યો છે.. મહિલાઓએ વેલણ વડે થાળી વગાડીને વિરોધ વ્યક્ત કર્યો.‘ગ્રેડ પે અમારો હક છે’ તેવા સૂત્રોચ્ચાર સાથે હેડક્વાર્ટરની મહિલાઓ ઘરની બહાર નીકળી આવી હતી અને હેડક્વાર્ટરના દરવાજા પણ બંધ કરી દીધા હતા.
આ ઉપરાંત રાજ્યમાં પોલીસ કર્મચારીઓનું ગ્રેડ પે આંદોલન વેગવંતુ બન્યું છે. ઈડર અને હિંમતનગરમાં પોલીસ સ્ટેશન સામે કર્મચારીઓએ પ્લેકાર્ડ દર્શાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં પોલીસ પરિવારની મહિલા અને બાળકો ધરણાં પર બેઠા છે.
તેમજ ગ્રેડ પેના સમર્થનમાં પોલીસ પરિવારોએ CM ભૂપેન્દ્ર પટેલને પોસ્ટકાર્ડ લખ્યા હતા. જ્યારે પંચમહાલમાં પગારવધારાની માગને લઈ પોલીસ પરિવારોએ રેલી યોજી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતું. જામનગરની જુની પોલીસ વસાહતમાં મહિલાઓ થાળી-વેલણ વગાડીને વિરોધ કર્યો. જ્યારે કચ્છના ખાવડામાં પોલીસ કર્મચારીઓ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો : દિવાળી આવતા જ ફરી ગ્રીન ફટાકડાની ચર્ચા શરૂ થઇ, જાણો કેવા હોય છે આ ગ્રીન ફટાકડા
આ પણ વાંચો : ચીનમાં રમાય છે રિયલ લાઇફ Squid Game ! વર્ષે એક લાખથી વધુ લોકોના અંગોની થાય છે તસ્કરી