ગુજરાતમાં થયું ગજબનું કિડનેપિંગ, એક્ટિવા પર આવેલા શખ્શો યુવકને બેસાડીને લઇ ગયા, જુઓ CCTV

અમદાવાદ શહેરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અમદાવાદના રખિયાલમાં જાહેરમાં અપહરણની ઘટના બની છે. અપહરણની સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો છે. ચાર શખ્સોએ યુવકને ચપ્પુ, બેઝબોલનો દંડો બતાવી અપહરણ કર્યું હતું.

ગુજરાતમાં થયું ગજબનું કિડનેપિંગ, એક્ટિવા પર આવેલા શખ્શો યુવકને બેસાડીને લઇ ગયા, જુઓ CCTV
Ahmedabad
| Edited By: | Updated on: Apr 17, 2025 | 2:03 PM

ગુજરાતમાં દિવસે દિવસે અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અમદાવાદના રખિયાલમાં કિડનેપિંગની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. મોટાભાગે કિડનેપર કારમાં આવીને કિડનેપિંગ કરતા હોય છે. જો કે રખિયાલમાં  જાહેરમાં એક્ટિવા પર સવાર થઇને આવીને અપહરણની ઘટનાને અંજામ અપાયો છે. અપહરણની સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો છે.

યુવકનું અજીબ રીતે અપહરણ

ચાર શખ્સોએ યુવકને ચપ્પુ, બેઝબોલનો દંડો બતાવી અપહરણ કર્યું હતું. અમન ચોકના ખુલ્લા મેદાનમાંથી બળજબરી પૂર્વક ફરિયાદીને એક્ટિવા પર બેસાડી લઈ ગયા હતા. પહેલા માર માર્યો અને બળજબરીથી યુવકને એક્ટિવા પર બેસાડી દીધો. યુવક આનાકાની કરતો જ રહ્યો પણ એક્ટિવા પર સવાર શખ્સ આ યુવકને બળજબરીથી ઉચકીને એક્ટિવા પર ઊંધો જ બેસાડી દે છે. જે પછી આ યુવકને મોરારજી ચોક લઈ જવામાં આવે છે અને ત્યાં પણ માર મારવામાં આવે છે. યુવકને ઈજા પહોંચાડી જાનથી મારવાની ધમકી આપી છે. જો કે આ સમગ્ર ઘટના અંગે રખિયાલ પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે.

ફરિયાદી અરમાન ખાન પઠાણને અગાઉ આરોપીઓ સાથે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. જેનો ખાર રાખીને આરોપીઓએ અપહરણને અંજામ આપ્યો હતો. ફરિયાદીને અમન ચોકના ખુલ્લા મેદાનમાંથી ધમકાવી, માર મારીને એક્ટિવા પર બેસાડીને લઈ જવાયો હતો. ત્યારબાદ તેને મોરારજી ચોક લઈ જઈ બેઝ બોલના દંડાથી ફટકારી ઈજા પહોંચાડાઈ હતી. જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હતી. રખિયાલ પોલીસે સમગ્ર મામલે અયાન ઉર્ફે કાલિયો, નિયાઝ હસેન ઉર્ફે અરમાન અંસારી, અઝહર ઉર્ફે બાબા અંસારી અને અરબાઝ ઉર્ફે સમન શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:03 pm, Thu, 17 April 25