Junior Clerk Exam: જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ, પ્રશ્નપત્ર અંગે પરીક્ષાર્થીઓએ આપી પ્રતિક્રિયા, જુઓ Video
પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નપત્ર અંગે વિધ્યાર્થીઓના પણ વિવિધ મંતવ્યો સામે આવ્યા છે. પેપરમાં પૂછાયેલ પ્રશ્નો સારા હોવાની મહીતી આપી હતી. જોકે પ્રશ્નપત્રમાં ઓપ્શનલ પ્રશ્નોને કારણે પેપર લાંબુ હોવાનું જણાવ્યું.

લાંબા સમયથી જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જે આજે શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ છે. આજના દિવસે યોજાયેલી આ પરીક્ષામાં પેપર લીક કે કોઈપણ અન્ય ઘટના સામે આવી નથી. આ પરીક્ષાનું સમગ્ર આયોજન આઈપીએસ હસમુખ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ત્યારે પરીક્ષાર્થીઓએ હસમુખ પટેલની કામગીરીને પણ વખાણી હતી.
પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નપત્ર અંગે Tv9 સામે પરીક્ષાર્થીએ આપી પ્રતિક્રિયા
નિર્વિઘ્ને પાર પડેલી પરીક્ષાને લઈ પરિક્ષાર્થીઓમાં ખુશીનો માહોલ છે, ત્યારે બીજી તરફ આ પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નપત્ર અંગે વિધ્યાર્થીઓના પણ વિવિધ મંતવ્યો સામે આવ્યા છે. પેપરમાં પૂછાયેલ પ્રશ્નો સારા હોવાની માહિતી આપી હતી. જોકે પ્રશ્નપત્રમાં ઓપ્શનલ પ્રશ્નોને કારણે પેપર લાંબુ હોવાનું જણાવ્યું. ખાસ કરી અત્યાર સુધી પેપર ફૂટવાના કોઈ સમાચાર સામે નહીં આવ્યા હોવાથી તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
ગેરરીતીની કોઈ ઘટના નહીં
પરીક્ષાર્થી જાદવ વનરાજ સિંહ દ્વારા આ અંગે વાત કરતાં જણાવ્યું કે ગત સમયમાં જે પેપર લેવાયા તેની જગ્યાએ આ પ્રશ્નપત્રમાં વિધાન વાક્યો વધારે હતા. જેના કારણે પેપરમાં કેટલાક પરીક્ષાર્થીઓને પેપર લાંબુ લાગ્યું હતું. પેપર આટલું લાંબુ નહી રાખવું જોઈએ તેવું પણ પરીક્ષાર્થીએ જણાવ્યું હતું.
ખાસ કરીને ગેરરીતીની કોઈ ઘટના સામે નથી આવી તેને લઈને પણ રાહત અનુભવી હતી. તેમણે કહ્યું આમ જો વરંવાર પેપર ફૂટવાની ઘટના બને તો ખોટ લોકો નોકરીએ લાગી જાય છે. આગામી સમયમાં આ પેપરને લઈને પણ કોઈ ખરાબ સમાચાર નહી આવે તેવી આશા પરીક્ષાર્થીઓ રાખી રહ્યાં છે.
પેપરમાં સારા માર્કસ આવે તેવી શક્યતાઓ
ગિરસોમનાથના પૂજાબેન દ્વાર પ્રશ્નપત્ર અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, લાંબા સમય બાદ અમે પેપએર આપવા આવ્યા જેથી ઘણું હાર્ડ લાગ્યું પરંતુ મહેનત પ્રમાણે પેપરમાં સારા માર્કસ આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી, અને પેપર લેવાય ગયું તેની જ એક ખુસી પરીક્ષાર્થીઓને વધુ હોવાનું જણાવ્યું હતું
આવી જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલી પરીક્ષા અંગે પણ ઘણા પરીક્ષાર્થીએએ ખુશી વ્યક્ત કરી હતી. આવા અન્ય મંતવ્યો માટે જુઓ આ વિડીયો
30 એપ્રિલે તલાટીની પરીક્ષાને લઈને તૈયારી શરૂ
વિદ્યાર્થીઓએ આ પરીક્ષા અંગે સરકારની વ્યવસ્થાના પણ વખાણ કર્યા હતા. જોકે પરીક્ષામાં પેપર થોડુંક અઘરું અને સમય ઓછો પડ્યા હોવાનું મોટાભાગના પરીક્ષાર્થીઓનું નિવેદન સામે આવ્યું છે. પરીક્ષા દરમિયાન હસમુખ પટેલે વિવિધ કેન્દ્રોની મુલાકાત લઈ સતત મોનીટરીંગ પણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પરીક્ષા અંગે કોઈપણ પ્રકારની ફરિયાદ કે અડચણ નહીં ઉભી થયા હોવાનું આઇપીએસ હસમુખ પટેલે જણાવ્યું છે. મહત્વનું છે કે, આગામી 30 એપ્રિલે તલાટીની પરીક્ષાને લઈને તૈયારી શરૂ કરાયાનું તેમના દ્વારા જણાવાયું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…