VIDEO : ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડા રહેશે આકર્ષણનું કેન્દ્ર, અવનવા કરતબો બતાવવા અખાડાના પહેલવાનોએ શરૂ કરી તૈયારી

|

Jun 26, 2022 | 7:39 AM

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાને પગલે અખાડાના પહેલવાનોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. પેઢીઓથી આ પરંપરા જાળવી રાખનારા યુવાનો આ વર્ષે પણ રથયાત્રામાં અવનવા કરતબો બતાવશે.

VIDEO : ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડા રહેશે આકર્ષણનું કેન્દ્ર, અવનવા કરતબો બતાવવા અખાડાના પહેલવાનોએ શરૂ કરી તૈયારી
Jagannath Rathyatra preparation

Follow us on

Ahmedabad : અમદાવાદમાં 145મી રથયાત્રાને પગલે અખાડાના પહેલવાનો પણ શહેરીજનોમાં અનેરું આકર્ષણ ધરાવતા હોય છે. જેમને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડતી હોય છે, ત્યારે રથયાત્રાને (rathyatra)પગલે અખાડાના પહેલવાનોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.મહત્વનું છે કે, આ જવાનો વર્ષોથી આ સ્ટંટ રથયાત્રામાં કરતા આવ્યા છે. જ્યાં બાઈકનું પણ બેલેન્સ(Bike Stunt)  જાળવી રાખવામાં આવે છે.તો વધુ એક સ્ટંટમાં બાળક સાયકલથી બેથી ત્રણ લોકો પરથી પસાર થઈ જાય છે. જોકે દરવર્ષની પ્રેક્ટિસથી આ શક્ય બને છે. આ સ્ટંટમેન આગ સાથે પણ રમત કરતા રથયાત્રામાં(jagannath Rathyatra)  જોવા મળશે.જેમાં મોઢામાં પ્રવાહી ભરીને આગ સાથેના કરતબો પણ આ વખતે જોવા મળશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દિવસે નોકરી અને રાત્રે પ્રેક્ટિસ

છેલ્લા બે મહિનાથી આ અખાડાના સભ્યો દિવસે નોકરી અને રાત્રે પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેમાં નાના બાળકોથી લઇને મોટેરા પણ જોડાઇ રહ્યા છે.એટલું જ નહીં છેલ્લા કેટલાય મહિનાઓથી અંગ કસરત કરીને બોડી બિલ્ડિંગના પ્રદર્શન માટે પણ તેઓ ખાસ રીતે તૈયાર થાય છે અને અંગ કસરતના કરતબ(Stunt) કરે છે.તમને જણાવી દઈએ કે,રથયાત્રામા 30 જેટલા આવા અલગ-અલગ અખાડાઓ જોડાય છે. જેમાં 3 હજાર જેટલા કરતબબાજો ભાગ લઇ રથયાત્રાની શોભા વધારે છે. બે વર્ષ બાદ અખાડાના તમામ સભ્યોને ભારે તપ કરીને લોકોને રીઝવવા માટેનો સમય મળ્યો છે ત્યારે આ વર્ષે તેમનો ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે.

Next Article