અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે જ્યારે આઈપીએલ મેચ કે અન્ય ક્રિકેટ મેચ થાય છે, ત્યારે ટિકિટને લઈને કાળા બજાર જોવા મળે છે. ઓનલાઈન અને ઓફલાઈન કાળા બજારી કરનારા લોકો ટિકિટ જથ્થામાં ખરીદી લઈને મોંઘા ભાવે વેચતા હોય છે. પણ હવે ટિકિટોનું કાળા બજાર અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે.
આઈપીએલ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઓનલાઈન ટિકિટ બુકિંગ ઝડપથી બંધ જઈ જતા. નમો સ્ટેડિયમ બહાર ટિકિટ લેવા માટે ભારે પડાપડી થઈ હતી. આ બધા વચ્ચે સ્ટેડિયમ બહાર થયેલી ધક્કામુક્કીના કેટલાક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર, આ હુકમ તા.૨૬/૦૫/૨૦૨૩.૨૮/૦૫/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.👇
આઈ.પી.એલ ક્રિકેટ મેચની કોઈ પણ વ્યકિત પોતાની પાસે વધુમાં વધુ ૦૩ (ત્રણ) ટીકીટથી વધુ ટીકીટ રાખી શકશે નહિ તેમજ નિયત કિંમત સિવાય વધુ દરથી ખરીદ કે વેચાણ કરી શકશે નહી
👇👇 pic.twitter.com/89afGnjMc1— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) May 26, 2023
અમદાવાદમાં આગામી તા. 26મી મે અને 28 મેએ મહત્ત્વની આઇપીએલ મેચ રમાવાની છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આ મેચને ધ્યાનમાં રાખીને જીએમઆરસી GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. જેમાં રુપિયા 25ના ફિક્સ દર પર કોઈ પણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકાશે.
આધિકારિક જાહેરાત કરવામાં આવી છે કે, આઈપીએલની કલોઝિંગ સેરેમનીમાં રેપર કિંગ અને ડીજે ન્યૂક્લિયા પરફોર્મ કરતા જોવા મળશે. તેમની સાથે સાથે મિડ ટાઈમ શો માટે ડિવાઈન અને જોવિધા ગાંધી ફેન્સને મનોરંજન આપતા જોવા મળશે. આઈપીએલ 2023ની આ બંને મહત્વની મેચો માટે નમો સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.