
ભારતીય રેલવેએ Clean અને Environment-Friendly Rail Operations તરફ એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબરમતી ખાતેથી દેશની પ્રથમ LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) સંચાલિત ડ્યુઅલ-ફ્યુઅલ DEMU (ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) ટ્રેનને લીલી ઝંડી આપીને ઐતિહાસિક પ્રારંભ કરાવ્યો. આ ટ્રેન સાબરમતી અને પાટણ વચ્ચેના માર્ગ પર સેવા આપશે, જે ગ્રીન રેલવેઝના નિર્માણ માટે એક સીમાચિહ્નરૂપ પહેલ છે.
સાબરમતીના Integrated Coaching Depotમાં તૈયાર કરવામાં આવેલી આ DEMU ટ્રેન ડીઝલની સાથે LNG નો ઉપયોગ કરશે, જે Railway Operationsમાં વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપશે. આ Dual-Fuel Train પરંપરાગત ડીઝલ એન્જિનની સરખામણીમાં ઓછું પ્રદુષણ ફેલાવશે અને ઇંધણ ખર્ચમાં પણ ઘટાડો કરશે, જે ભારતીય રેલવેને ટકાઉ પરિવહન ઉકેલો તરફ આગળ વધવામાં મદદ કરશે.
અમિત શાહના હસ્તે માત્ર LNG ટ્રેનનો જ નહીં, પરંતુ ૧૫૪૨ કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાઓનું પણ લોકાર્પણ અને ખાતમુરત કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિઓમાં WAG 12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું લોકાર્પણ મુખ્ય હતું, જે 700 કરોડના ખર્ચે સાબરમતીમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ શેડ આધુનિક લોકોમોટિવ્સના મેન્ટેનન્સ માટે અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડશે. આ ઉપરાંત, સાબરમતી-સરખેજ લાઇનના ડબલિંગનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો, જે રેલવે કનેક્ટિવિટી અને ક્ષમતામાં સુધારો કરશે.
રેલવે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 404 કિલોમીટર રેલ ખંડ પર કવચ સિસ્ટમ લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી. કવચ સિસ્ટમ એ એક સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ છે જે ટ્રેનોને અથડામણથી બચાવવામાં મદદ કરે છે અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
આ પ્રસંગે એક પ્રદર્શની પણ તૈયાર કરવામાં આવી હતી, જેમાં ભારતીય રેલવેના ૧૯૨૫માં સ્ટીમ લોકોમોટિવથી શરૂ થયેલા પ્રવાસને દર્શાવવામાં આવ્યો હતો, જે આજે LNG ટેકનોલોજી સુધી પહોંચ્યો છે. આ ઐતિહાસિક પ્રદર્શનીએ રેલવેના વિકાસની ગાથાને ઉજાગર કરી. અમિત શાહે સાબરમતી રેલવે સ્ટેશનના નવીનીકરણ કાર્યો, અનેક સ્થળોએ ચાલી રહેલા વિદ્યુતીકરણના કામો અને રેલવે ડબલિંગના પ્રોજેક્ટ્સનું પણ નિરીક્ષણ કર્યું. આ તમામ પ્રોજેક્ટ્સ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવે છે, જે અમિત શાહનો મત વિસ્તાર છે, અને આ વિકાસ કાર્યો તેમના મત વિસ્તારના લોકોને સીધો લાભ પહોંચાડશે.
આ તમામ વિકાસ કાર્યો ભારતીય રેલવેને આધુનિક, સુરક્ષિત અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ભવિષ્ય તરફ દોરી જશે, જે દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક જાહેર સભાને પણ સંબોધી હતી, જેમાં તેમણે આ વિકાસ કાર્યોની રૂપરેખા અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ભારતીય રેલવેની આ પહેલ Sustainable Transport અને Clean Energy ના ક્ષેત્રે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.
અમરેલીમાં બીમાર સિંહને બચાવવા ગયેલી વન વિભાગની ટીમ પર હુમલો, બે કર્મચારીઓ ઘાયલ