Commonwealth Games-2030 : અમદાવાદ કોમનલેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયાર, બીડ રજૂ કરવા આજે ભારતીય પ્રતિનિધિ મંડળ લંડન જવા થશે રવાના, જુઓ Video

પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની માટે દેશની બિડને મંજૂરી આપી હતી. ત્યારે આજે ભારત 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે આજે સત્તાવાર રીતે બિડ રજૂ કરાશે. આ મહત્વપૂર્ણ પગલા માટે ભારતીય પ્રતિનિધિમંડળ આજે લંડન રવાના થયું છે.

Commonwealth Games-2030 : અમદાવાદ કોમનલેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયાર, બીડ રજૂ કરવા આજે ભારતીય પ્રતિનિધિ મંડળ લંડન જવા થશે રવાના, જુઓ Video
Commonwealth Games
| Edited By: | Updated on: Aug 28, 2025 | 2:12 PM

પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની માટે દેશની બિડને મંજૂરી આપી હતી. ત્યારે આજે ભારત 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે આજે સત્તાવાર રીતે બિડ રજૂ કરાશે. આ મહત્વપૂર્ણ પગલા માટે ભારતીય પ્રતિનિધિમંડળ આજે લંડન રવાના થયું છે. આ મંડળમાં પ્રખ્યાત એથલેટ પી.ટી.ઉષા અને ગુજરાતના કેબિનેટ મંત્રી હર્ષ સંઘવીનો પણ સમાવેશ થાય છે. ગુજરાત સરકારે અમદાવાદ શહેરને આ ગેમ્સ યોજવા માટે સંપૂર્ણ રીતે તૈયાર ગણાવ્યું છે.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાતને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પછી, ભારતીય પ્રતિનિધિમંડળ આગામી દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તૈયારીઓ વિશે વિગતવાર માહિતી રજૂ કરાશે. ગુજરાત સરકાર દ્વારા ગેમ્સના આયોજન માટે પહેલાથી જ ઘણી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

 

નવેમ્બર 2025માં લેવાશે નિર્ણય

આ પહેલાં, માર્ચ મહિનાથી ભારત દ્વારા અનેક ડેલીગેશન કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તાજેતરમાં, બે અઠવાડિયા પહેલા સ્વિટ્ઝર્લેન્ડથી એક ડેલીગેશન ગુજરાતમાં આવીને અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્વના સ્થળોની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાથી રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળશે અને પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસ થશે. આ 20 વર્ષ બાદ ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ હશે.

કોમનવેલ્થનું આયોજન 2010માં કર્યું હતુ

ભારતે 2010 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું, જે દિલ્હીમાં યોજાયું હતું. કોમનવેલ્થ ગેમ્સની સામાન્ય સભા નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યજમાની અંગે નિર્ણય લેશે. 72 દેશોના ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ એક આદર્શ યજમાન શહેર છે જેમાં વિશ્વ કક્ષાનું સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને એક મહાન રમત સંસ્કૃતિ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો