400 માઇલ સુધી નજર રાખી રહ્યું છે ઇન્ડિયા, અહીં જોખમ કોણ લેશે? 1 ટકા પણ બચવાનો ચાન્સ નથી… સાંભળો શું કહે છે ડ્રગ્સ માફિયા

|

Aug 01, 2022 | 8:13 PM

ઓડિયા સામે આવ્યો છે તેમાં ડ્રગ્સ માફિયા કહી રહ્યા છે કે અહીંથી બચવાનો 1 ટકા પણ ચાન્સ નથી. દરિયામાં ચાલતા ગુજરાત એટીએસ (ATS)ના ગુપ્ત ઓપરેશનથી ડ્રગ્સ માફિયાઓ ત્રાહિમામ પોકારી ગયા છે. IMBL પર ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

400 માઇલ સુધી નજર રાખી રહ્યું છે ઇન્ડિયા, અહીં જોખમ કોણ લેશે? 1 ટકા પણ બચવાનો ચાન્સ નથી... સાંભળો શું કહે છે ડ્રગ્સ માફિયા

Follow us on

ગુજરાત પોલીસના ડરથી પાકિસ્તાની ડ્રગ્સ (Drugs Mafia) માફિયાઓમાં હડકંપ મચ્યો છે અને ભારતીય સીમામાં ડ્રગ્સ ઘૂસાડવા પહેલા જ સમુદ્રમાં રંગેહાથ ડ્રગ્સ માફિયા ઝડપાઇ રહ્યા છે. ડ્રગ્સ માફિયાની ઓડિયો ક્લિપમાં (Audio Clip) આ અંગે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો ખાતમો બોલાવવામાં ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાના કારસાને ગુજરાત પોલીસ સતર્ક રહીને જપ્ત કરતી રહી છે. ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો ખાતમો બોલાવવામાં ગુજરાત (ATS )ને મોટી સફળતા મળી છે.

ડ્રગ્સ નેટવર્ક પર સૌથી મોટો ખુલાસો, ગુજરાતમાં ‘ડરના જરૂરી હૈ’

જે ઓડિયા સામે આવ્યો છે તેમાં ડ્રગ્સ માફિયા કહી રહ્યા છે કે અહીંથી બચવાનો 1 ટકા પણ ચાન્સ નથી. દરિયામાં ચાલતા ગુજરાત એટીએસ (ATS )ના ગુપ્ત ઓપરેશનથી ડ્રગ્સ માફિયાઓ ત્રાહિમામ પોકારી ગયા છે. IMBL પર ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડ્રગ્સ માફિયા ભારતીય સીમામાં ડ્રગ્સ ઘૂસાડવા પહેલા જ સમુદ્રમાં રંગેહાથ ઝડપાઇ રહ્યા છે આ અંગે ડ્રગ્સ માફિયાની ઓડિયો ક્લિપમાં થયો સૌથી મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા વાત કરી રહ્યા હતા કે ગુજરાતના રસ્તે ડ્રગ્સ લઇ જવા કોઈ તૈયાર નથી.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

ગુજરાત ATS અને ગુજરાત સરકારની ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓ સામે ઝીર ટોલરન્સની નીતિ

ગુજરાત ATS અને ગુજરાત સરકારની ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓ સામે ઝીર ટોલરન્સની નીતિથી પાકિસ્તાનમાં પણ ફફડાટ મચી ગયો છે. ગુજરાત અને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરનારાની ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસે કમર તોડી નાંખી છે. ગુજરાત ATSએ ગત 2 વર્ષમાં ડ્રગ્સ સાથે 30 પાકિસ્તાની અને 17 ઇરાનીને પકડ્યા છે.

ગુજરાત પોલીસે 2 અફઘાની અને 1 નાઇજીરીયનને પણ પકડ્યા છે અને ડ્રગ્સ પર સર્જિકલ સ્ટ્રાઇકસ કરી છે. દેશના યુવા ધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કર્યો છે પણ ગુજરાત પોલીસે ડ્રગ્સ સાથે ડ્રગ્સના કેરિયરોને ઝડપી લઇને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે.

 

છેલ્લા 6 માસમાં પોલીસે એનડીપીસીએસ એક્ટ મુજબ 422 ગુના રજીસ્ટર કર્યા છે અને 667 ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. પોલીસે એજન્સીઓ સાથે મધદરીયે ઓપરેશન કરીને 25669 કિલો ડ્રગ્સને ઝડપી લીધું છે. ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસની સફળ કામગીરીના કારણે નશાના કારોબારને અટકાવી શકાયો છે. ગુજરાત પોલીસની સતર્કતાના કારણે પાકિસ્તાન અને ઇરાનના ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

Next Article