Gujarat : ભર શિયાળે અષાઢી માહોલ જામતા ખેડૂતોની માઠી, રવિ પાકોને નુકસાન થવાની ભીતિ

|

Jan 30, 2023 | 9:31 AM

અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા અને વિજાપુરમાં વરસાદી ઝાપટું પડ્યું. જેના કારણે રવિ પાકને ભારે અસર થવાથી ખેડૂતોની ચિંતા વધી છે.

Gujarat : ભર શિયાળે અષાઢી માહોલ જામતા ખેડૂતોની માઠી, રવિ પાકોને નુકસાન થવાની ભીતિ
Rain in gujarat

Follow us on

રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત બીજા દિવસે એટલે કે રવિવારે કમોસમી વરસાદ પડ્યો. અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા અને વિજાપુરમાં વરસાદી ઝાપટું પડ્યું. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ખેડૂતોને ફિકર એ વાતની છે કે વાતાવરણ બગડવાના કારણે તેમના રવિ પાકને ભારે અસર થશે. અને તેમને આર્થિક નુકસાન થશે.

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં

રાજકોટના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો.સતત બીજા દિવસે માવઠાના પગલે ઘઉં, ચણા, જીરું, ધાણા, તુવેર અને ડુંગળી સહિતના પાકોને નુકસાનની ભીતિ છે.આ તરફ બનાસકાંઠામાં વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારમાં માવઠું થતાં જીરું, રાયડો, બટાકા સહિતના પાકને નુકસાનની આશંકા છે. દિયોદર, લાખણી, કાંકરેજ, થરાદ સહીતના તાલુકા અને જલોઢા, માનપુરા, રૈયા સહીતના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતાં શહેરમાં પણ માર્ગો પર પાણી ભરાયા. પાલનપુરના ખેડૂતોને પોતાના પાકની ચિંતા સતાવી રહી છે. તો બીજી તરફ ખેડૂતો જ નહીં માર્કેટયાર્ડના વેપારીઓની સ્થિતિ પણ કફોડી બની છે. બનાસકાંઠાના પાલનપુરમાં શનિવારે રાત્રે એક ઈંચ કમોસમી વરસાદ પડ્યો. જેના પગલે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો..હવામાન વિભાગે આગાહીને અવગણવાનું વેપારીઓને ભારે પડી ગયુ

Published On - 9:02 am, Mon, 30 January 23

Next Article