વરસાદ વચ્ચે રોગચાળાએ પણ માથુ ઉંચક્યુ, મલેરિયા અને ડેન્ગ્યૂના કેસ વધતા આરોગ્ય તંત્ર હરકતમાં

|

Jul 20, 2022 | 7:47 AM

શહેરીજનોએ વરસતા વરસાદમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે રોગચાળાના ભયને પગલે આરોગ્ય વિભાગ (Health depat) હરકતમાં આવ્યું છે.

વરસાદ વચ્ચે રોગચાળાએ પણ માથુ ઉંચક્યુ, મલેરિયા અને ડેન્ગ્યૂના કેસ વધતા આરોગ્ય તંત્ર હરકતમાં
ગુજરાતમાં વરસાદ બાદ મહાનગરોમાં રોગચાળો વકર્યો

Follow us on

અમદાવાદમાં (Ahmedabad)  વરસતા વરસાદ વચ્ચે રોગચાળાનો પણ ભય જોવા મળી રહ્યો છે, ત્યારે એએમસીના (AMC) નાયબ મ્યુનિસિપલ કમિશનરે ((Deputy municipal commissioner) જણાવ્યું કે રોગચાળાને ડામવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ મહિના મલેરિયા અને ડેન્ગ્યૂના કેસ પણ સામાન્ય નોંધાયા છે. જુલાઈ મહિનામાં મલેરિયાના 33 અને ડેન્ગ્યૂના 13 કેસ નોંધાયા છે. તો આ સાથે 1.16 લાખ બ્લડ સેમ્પલ લેવાયા છે.શહેરીજનોએ વરસતા વરસાદમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોગચાળાના ભયને પગલે આરોગ્ય વિભાગ (Health depat) હરકતમાં આવ્યું છે.શહેરમાં ફોગિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે.તો બીજીબાજુ પાણીજન્ય રોગચાળાને પગલે પણ શહેરની હોસ્પિટલો (hospital) ઉભરાઈ રહી છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

આજે પણ શહેરમાં વરસાદી માહોલ

અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. જેને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરસપુર વિસ્તારમાં આવેલા ભગવતી નગરમાં પણ રહીશો આ સમસ્યા ભોગવી રહ્યા છે. વરસાદ બંધ થયાને એક કલાક જેટલો સમય વીતી ગયા બાદ પણ રસ્તા પર કેડસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.જેને પગલે વાહનચાલકો, રાહદારીઓ ખૂબ પરેશાન થયા હતા.તો બીજી તરફ પાણી ભરાવાને કારણે રોગચાળો વધવાનો ખતરો મંડરાયેલો છે.

Next Article