Corona Update : ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, છતાં સાવચેતીની જરૂર

|

Jun 21, 2022 | 4:32 PM

અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.અમદાવાદ (Ahmedabad) શહેર અને જિલ્લામાં કોરોનાના 99 નવા કેસ નોંધાયા.

Corona Update : ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, છતાં સાવચેતીની જરૂર
Corona Update

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસમાં(Corona case)  નજીવો ઘટાડો થતાં તંત્રની ચિંતામાં થોડો ઘટાડો થયો છે.રાજ્યમાં (Gujarat) સતત 5 દિવસથી 200થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 217 નવા કેસ નોંધાયા છે. જ્યારે 130 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ(Corona recovery rate)  98.99 ટકા થયો છે. હાલમાં 1374 એક્ટિવ કેસ છે. તો સતત પાંચમા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે.જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1461 એક્ટિવ કેસ (Corona active case) છે.5 દર્દી વેન્ટિલેટર પર છે..અને 1456 દર્દીઓની હાલત સ્થિર છે.

બીજી તરફ અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.અમદાવાદ (Ahmedabad) શહેર અને જિલ્લામાં કોરોનાના 99 નવા કેસ નોંધાયા.સુરતમાં 45, વડોદરામાં 31, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 7, મહેસાણામાં 4 નવા દર્દીઓ મળ્યા.તો રાજ્યભરમાં 45,769 નાગરિકોને કોરોનાની રસી(Corona vaccine)  અપાઈ છે જ્યારે અત્યાર સુધી ગુજરાતમાં રસીના કુલ 11.08 કરોડથી વધુ ડોઝ અપાયા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કોરોનાના વધતા કેસને લઈ ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી

ફરી એક વાર કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે અનેક લોકો કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પણ પામે છે. ત્યારે ફરી એક વખત ગુજરાત (Gujarat) રાજ્ય અને દેશમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે સતત વધતા જતા કોરોના સંક્રમણના (Corona Case) મામલે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે, કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે. ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

Published On - 7:27 am, Tue, 21 June 22

Next Article