અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, બીજો ડોઝ નહિ લીધેલા લોકોને આ સ્થળે નહિ મળે પ્રવેશ

|

Nov 11, 2021 | 6:26 PM

AMC દ્વારા મળતી માહિતી મુજબ શહેરમાં આજે પણ 9 લાખ 80 હજાર લોકોએ સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ હોવા છતા રસીનો બીજો ડોઝ નથી લીધો. તેથી જ AMCએ હવે કડક હાથે કામ લેવાનો નિર્ણય કર્યો છે..

કોરોનાની(Corona)રસીનો(Vaccine)બીજો ડોઝ નહીં લીધો હોય તો અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનની કચેરીઓમાં પ્રવેશ નહીં મળે. રસીકરણને વેગ મળે અને નાગરિકો ત્વરિત અસરથી રસીનો બીજો ડોઝ (Second Dose) લે તે હેતુસર AMCએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

AMC દ્વારા મળતી માહિતી મુજબ શહેરમાં આજે પણ 9 લાખ 80 હજાર લોકોએ સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ હોવા છતા રસીનો બીજો ડોઝ નથી લીધો. તેથી જ AMCએ હવે કડક હાથે કામ લેવાનો નિર્ણય કર્યો છે..

અમદાવાદમાં રસીના બીજા ડોઝમાં બાકી રહેલા નાગરિકોના આંકડા પર નજર કરીએ તો,મધ્ય ઝોનમાં 1.18 લાખ અને પૂર્વ ઝોનમાં 1.50 લાખ લોકોએ હજુ સુધી બીજો ડોઝ નથી લીધો.જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 1.24 લાખ અને ઉત્તર ઝોનમાં 1.60 લાખ લોકોનો બીજો ડોઝ બાકીછે.તો દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 79 હજાર લોકોને બીજો ડોઝ બાકી છે.

જ્યારે દક્ષિણ ઝોનમાં 1.44 લાખ અને પશ્ચિમ ઝોનમાં 1.52 લાખ લોકોએ બીજો ડોઝ નથી લીધો.મહત્વપૂર્ણ છે કે સમયમર્યાદા પૂર્ણ થઇ ગયાના દોઢ મહિના બાદ 2.58 લાખ લોકોનો બીજો ડોઝ બાકી છે.તો સમયમર્યાદા પૂર્ણ થઇ ગયાના એક મહિના બાદ 65 હજાર લોકોનો બીજો ડોઝ બાકી છે..

ગુજરાતમાં(Gujarat)તહેવારોમાં લોકોની વધેલી અવર જવર અને કોરોના(Corona)ગાઇડ લાઇનના ભંગના પગલે અમદાવાદ(Ahmedabad)શહેરમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે એએમસીનું(AMC)આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. તેમજ અલગ અલગ વિસ્તારમાં ડોમ બનાવીને કોરોના ટેસ્ટિંગની(Corona Testing) કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  જુનાગઢ : ગિરનાર લીલી પરિક્રમાને લઇને કલેક્ટરનું જાહેરનામું, 400 સાધુસંતોની મર્યાદામાં પરિક્રમા યોજાશે

આ પણ વાંચો : ફરી છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજાની ખેતીનો પર્દાફાશ, એક ઇસમની ધરપકડ

Next Video