
ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના જ પક્ષનો પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ઘણા લોકો એવા છે કે જે ભાજપ માટે કામ કરે છે. ગુજરાતના લોકોની જે અપેક્ષાઓ મારા તરફથી હતી, અમારા પ્રભારી તરફથી, ગુજરાતના પક્ષ તરફથી હતી, તે અમે પૂરી કરી શક્યા નથી. આપણે લોકો સાથે સીધા જોડાવુ પડશે.
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેમણે જિલ્લાથી લઈને રાજ્ય સ્તર સુધીના કાર્યકરો અને રાજ્યના તમામ નેતાઓને મળી રહ્યા છે. તેમણે આજે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યુ. કોંગ્રેસના નેતાઓનો પર્દાફાશ કરતા રાહુલે કહ્યું કે કોંગ્રેસ લગ્નના જલસામાં રેસના ઘોડાને મૂકે છે. જો કેટલાક લોકોને દૂર કરવા પડે તો તેમને દૂર કરવા જોઈએ. કોંગ્રેસના અધિકારીઓ અને કાર્યકરોએ જનતા સાથે સીધા જોડાવવા પડશે, તો જ જનતા તમારામાં વિશ્વાસ કરશે.
રાહુલ ગાંધીએ વધુનાં કહ્યુ કે ગુજરાતના લોકોની જે અપેક્ષાઓ મારા તરફથી હતી, ગુજરાતના પક્ષ તરફથી હતી, તે અમે પૂરી કરી શક્યા નથી. આપણે લોકો સાથે સીધા જોડાવુ પડશે.ગુજરાતની જનતાને આપણે પહેલા આ કહેવું પડશે. જો આપણે આ નહીં કહીએ, તો ગુજરાતના લોકો સાથે આપણો સંબંધ ક્યારેય સ્થાપિત થશે નહીં.
ગુજરાતની આશાઓ જે મારા પ્રત્યે અને કોંગ્રેસ પ્રત્યે હતી, તે અમે પુરી ન કરી શક્યા-રાહુલ ગાંધી | TV9Gujarati#ahmedabad #rahulgandhi #gujaratcongress #gujarat #tv9gujarati pic.twitter.com/DcAAWQp0n0
— Tv9 Gujarati (@tv9gujarati) March 8, 2025
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ હૃદયમાં હોવી જોઈએ. જો કોઈ હાથ કપાય છે, તો તે કોંગ્રેસનો જ હાથ હોવો જોઈએ જેનાથી લોહી વહેવું જોઈએ. હું ગુજરાતની ચૂંટણી વિશે વાત કરવા માંગતો નથી. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ ગુજરાતની વિચારધારા છે, જે ગાંધી અને પટેલ દ્વારા શીખવવામાં આવી હતી. નેતાઓએ જનતા સાથે જોડાવાની જરૂર છે. અમે ભારત જોડો યાત્રામાં આ કર્યું છે. આપણા નેતાઓએ જનતા પાસે જવાની જરૂર છે.
Published On - 2:51 pm, Sat, 8 March 25