Crime: ડ્ર્ગ્સના બંધાણી યુવકો કેવી રીતે બની જાય છે ડ્રગ્સ પેડલર, કેવી રીતે ચાલે છે સમગ્ર નેટવર્ક, જાણો સમગ્ર માહિતી

|

Nov 07, 2022 | 4:58 PM

અત્યાર સુધી પંજાબ રાજ્યને ઉડતા પંજાબ કહેવામાં આવતું હતું. કેમકે પંજાબમાં ડ્રગ્સનું સેવન અને વેચાણ સૌથી વધુ થતું હતું અને ત્યાનું યુવાધન પણ બરબાદ થઈ રહ્યું હતું, જોકે થોડા સમયથી ગુજરાતમાં પણ ડ્રગ્સનો નશો યુવાધનને બરબાદ કરતો હોવાના કિસ્સાઓ વધતા પોલીસ પણ હરકતમાં આવી હતી.

Crime: ડ્ર્ગ્સના બંધાણી યુવકો કેવી રીતે બની જાય છે ડ્રગ્સ પેડલર, કેવી રીતે ચાલે છે સમગ્ર નેટવર્ક, જાણો સમગ્ર માહિતી
સુરતમાંથી 1.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું
Image Credit source: પ્રતિકાત્મક તસવીર

Follow us on

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. જેને ડામવા સરકાર સતત સક્રિય છે, તો સાથે જ પોલીસ દ્વારા પણ ડ્રગ્સનું ઉત્પાદન કરતા લોકો, નાના પેડલરો એમજ અન્ય દેશોમાંથી આવતા ડ્રગ્સનાં જથ્થાને પકડી પાડી ગુજરાતના યુવાધને બરબાદ કરતા રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો દેશની બહારથી કે અન્ય જગ્યાઓથી રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર પહોંચ્યો છે. આ પેડલરો કેવી રીતે અલગ અલગ જગ્યાએ ડ્રગ્સ પહોંચાડે છે અને તેમનું નેટવર્ક શું છે તે અમે તમને જણાવીશું.

અત્યાર સુધી પંજાબ રાજ્યને ઉડતા પંજાબ કહેવામાં આવતું હતું. કેમકે પંજાબમાં ડ્રગ્સનું સેવન અને વેચાણ સૌથી વધુ થતું હતું અને ત્યાનું યુવાધન પણ બરબાદ થઈ રહ્યું હતું, જોકે થોડા સમયથી ગુજરાતમાં પણ ડ્રગ્સનો નશો યુવાધનને બરબાદ કરતો હોવાના કિસ્સાઓ વધતા પોલીસ પણ હરકતમાં આવી હતી. ડ્રગ્સનાં દૂષણને ડામવા કમર ક્સી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત ATS અને સ્થાનિક લેવલે SOG પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અત્યાર સુધી મોટા પ્રમાણમાં ડ્રગ્સનાં જથ્થાને ગુજરાતમાં આવતા રોકવા ATS સફળ રહી છે. પણ આજે અમે આપને એ વાત જણાવીશું કે સ્થાનિક સ્તર પર ડ્રગ્સનું દૂષણ યુવાધનમાં કઈ રીતે પ્રવેશ કરે છે અને કઈ રીતે બરબાદ કરે છે.

યુવાનોમાં કઈ રીતે આવે છે ડ્રગ્સનું દૂષણ ?

સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ડ્રગ્સની આદત ધરાવતો હોય તે વ્યક્તિ અન્ય મિત્રને કોઈ પાર્ટી કે અન્ય જગ્યાએ સાથે લઈ જાય છે અને ખૂબ થોડી માત્રામાં ડ્રગ્સ આપે છે અને ધીમે ધીમે તેને ડ્રગ્સનો આદતી બનાવે છે. બાદમાં આ વ્યક્તિ ખુદ ડ્રગ્સ મગાવી સેવન કરે છે અને આવી જ રીતે મિત્ર કે ગ્રુપમાં યુવાઓ ડ્રગ્સનું સેવન કરતા શરૂ થઈ જાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ડ્રગ્સની આદતવાળો વ્યક્તિ કઈ રીતે બને છે પેડલર ?

સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ડ્રગ્સનો બંધાણી છે તો કાયમી તેને ડ્રગ્સ ખરીદવું મુશ્કેલ બને છે અને આર્થિક રીતે પણ પોસાતું નથી. જેથી રોજ ડ્રગ્સનો બંધાણી 10 ગ્રામની પડીકીમાંથી પોતાના માટે થોડું ડ્રગ્સ કાઢીને બાદમાં વેચે છે. જેથી પોતાના માટેનું ડ્રગ્સ તેને મફત મળવા લાગે છે અથવા તો ચારથી પાંચ પડીકી વેચે એટલે તેના નફામાંથી પોતાના માટેની એક પડીકી મફત થઈ જાય છે. આ રીતે ડ્રગ્સની આદતવાળો વ્યક્તિ પેડલર બને છે.

ડ્રગ્સ ક્યાં માધ્યમથી વેચાય છે?

ડ્રગ્સની આદતવાળા યુવાઓ સામાન્ય રીતે સોશિયલ મીડિયા થકી ડ્રગ્સ પેડલરનાં સંપર્કમાં આવે છે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ કે ટેલીગ્રામ જેવા માધ્યમોમાં ગ્રુપ બનાવી એક બીજા સાથે સંપર્કમાં રહે છે. જેમાં અલગ અલગ નામોથી અને સંજ્ઞાઓથી ડ્રગ્સ વેચાણ કરવામાં આવે છે. મહત્વનું છે કે, હાલના સમયમાં યુવાનોની સાથે યુવતીઓ પણ ડ્ર્ગ્સનું સેવન કરી રહીં છે. યુવતીઓ પણ અલગ અલગ જગ્યાઓ પર ડ્ર્ગ્સ લેવા માટે જાય છે અને ઘણી યુવતીઓ પોલીસના હાથે પણ પકડાઈ ચૂકી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સામાન્ય રીતે કાફે, હોટલ કે અન્ય પ્રખ્યાત સ્થળ બહાર આ ડ્ર્ગ્સ પેડલરો ઉભેલા જોવા મળતા હોય છે. ત્યારે હવે પોલીસે પણ સતર્કતા વધારી દીધી છે અને જે પણ પેડલરો પકડાઈ તેના મૂળ સુધી પોલીસ પહોંચી ડ્ર્ગ્સનાં આ દૂષણને નાબૂદ કરવામાં પ્રયત્નો કરી રહી છે.

Next Article